Surat-CrimeCapital/ દિલ્હી દેશનું તો સુરત છે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ

દિલ્હી જો ભારતનું ક્રાઇમ કેપિટલ છે તો સુરત ગુજરાતનું ક્રાઇમ કેપિટલ છે. આ આંકડા નેશનલ ક્રાઇમ બ્યૂરો નહી પણ ઇન્ટરનેશનલ ક્રાઇમ ઇન્ડેક્સના છે.  ભારતના કુલ 15 સહિત ગુજરાતના ત્રણ શહેરો ફક્ત ભારતના જ નહી વિશ્વના સૌથી વધુ ક્રાઇમ રેટ ધરાવતા 333 શહેરોમાં સ્થાન પામ્યા છે.

Top Stories India World Trending Breaking News
Beginners guide to 2024 04 06T142703.054 દિલ્હી દેશનું તો સુરત છે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ

નવી દિલ્હીઃ દિલ્હી જો ભારતનું ક્રાઇમ કેપિટલ છે તો સુરત ગુજરાતનું ક્રાઇમ કેપિટલ છે. આ આંકડા નેશનલ ક્રાઇમ બ્યૂરો નહી પણ ઇન્ટરનેશનલ ક્રાઇમ ઇન્ડેક્સના છે.  ભારતના કુલ 15 સહિત ગુજરાતના ત્રણ શહેરો ફક્ત ભારતના જ નહી વિશ્વના સૌથી વધુ ક્રાઇમ રેટ ધરાવતા 333 શહેરોમાં સ્થાન પામ્યા છે. ગુજરાતના આ શહેરો છે સુરત, અમદાવાદ અને વડોદરા. આમ ભારતમાં દિલ્હીને અને ગુજરાતમાં સુરતને ક્રાઇમ કેપિટલ કહી શકાય.

વિશ્વભરમાં ગુનાખોરીની ઘટનાઓનો ડેટાબેઝ બનાવતી સંસ્થા નુમ્બેઓએ સૌથી વધુ ક્રાઇમ રેટ ધરાવતા 333 શહેરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના 15 શહેરો સ્થાન પામે છે. ભારતના 15 શહેરોમાં દિલ્હી 70, નોઇડા 87, ગુડગાંવ 95, બેંગ્લુરુ 102, ઇન્દોર 136, કોલકાતા 159, મુંબઈ 169, હૈદરાબાદ 174, ચંદીગઢ 177, પુણે 184, ચેન્નાઈ 204, નવી મુબઈ 224, સુરત 238, અમદાવાદ 248 અને વડોદરા 256માં ક્રમે સ્થાન પામે છે.

સૌથી ઊંચો ક્રાઇમ રેટ ધરાવતું શહેર દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાનું કરાકસ શહેર છે. સૌથી ઊંચો ક્રાઇમ રેટ ધરાવતા ટોચના 20 શહેરોમાં સાઉથ આફ્રિકાના પાંચ શહેર છે. તેમા સાઉથ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયાનો સમાવેશ થાય છે. પ્રિટોરિયા ક્રાઇમ ઇન્ડેક્સમાં બીજા ક્રમે આવે છે. આ ઉપરાંત અમેરિકા અને બ્રાઝિલના 4-4 શહેર આવે છે. આ સિવાય પાપુઆ ન્યુગિની, હોન્ડુરસ, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, આર્જેન્ટિના, ઇક્વાડોર અને મેક્સિકોના એક-એક શહેરનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ વર્ષ 2023ના છેલ્લા ચાર મહિનામાં 7,700 હત્યા થી હતી. તેમા જાતિ આધારિત હિંસાનો પણ ખુલાસો થયો છે. ઉશ્કેરણી અને ગેરસમજના લીધે 7,340 હત્યાઓમાંથી 1,116 હત્યાઓ થઈ છે. મોબ લિન્ચિંગ (ટોળાકીય હિંસા)માં 431 હત્યા થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે