Not Set/ સ્વાદિષ્ટ ગળચટ્ટો કાજુ કિસમિસ પુલાવ

સામગ્રી 500 ગ્રામ ચોખા 250 ગ્રામ દહીં 1 કપ દૂધ 2 ડુંગળી 1 કપ મિક્સ શાક(બટાટા, ફણસી, ગાજર,વટાણા,કેપ્સિકમ વગેરે) 2 લવિંગ 2 ઇલાયચી 1 ટુકડો તજ 8-10 ટુકડા કાજુ 10-15 દાણા ચારોળી 6-8 કિસમિસ અડધી ચમચી કેસર મીઠું સ્વાદ મુજબ રીત : એક ઊંડા પેનમાં શાકભાજીને થોડા ઉકાળી લેવા. શાકભાજીને ઉકાળ્યા બાદ તેમાંથી પાણી નીતારીને તે શાકભાજીને સાઇડમાં રાખી દેવાં. એક પેનમાં 1 ચમચી ઘી ગરમ […]

Food
kismis pulav સ્વાદિષ્ટ ગળચટ્ટો કાજુ કિસમિસ પુલાવ
સામગ્રી
500 ગ્રામ ચોખા
250 ગ્રામ દહીં
1 કપ દૂધ
2 ડુંગળી
1 કપ મિક્સ શાક(બટાટા, ફણસી, ગાજર,વટાણા,કેપ્સિકમ વગેરે)
2 લવિંગ
2 ઇલાયચી
1 ટુકડો તજ
8-10 ટુકડા કાજુ
10-15 દાણા ચારોળી
6-8 કિસમિસ
અડધી ચમચી કેસર
મીઠું સ્વાદ મુજબ

રીત :

એક ઊંડા પેનમાં શાકભાજીને થોડા ઉકાળી લેવા. શાકભાજીને ઉકાળ્યા બાદ તેમાંથી પાણી નીતારીને તે શાકભાજીને સાઇડમાં રાખી દેવાં.
એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરીને તેમાં કાજુ અને કિસમિસને સાંતળી લેવા.
એ દરમિયાન ચોખા ધોઈને અડધા ઉકાળી લેવા. ચોખા જ્યારે અડધા ઉકળીને ફૂલે એટલે તેમાંથી પાણી નિતારીને ચોખાને ઠંડાં થવા દેવા. (તમે અગાઉથી પણ સાદો પુલાવ બનાવીને દહીં પુલાવ બનાવી શકો છો.)
કાજુ અને કિસમિસ સાંતળ્યા હોય તે જ પેનમાં તેલ મૂકીને ડુંગળી સાંતળી લેવી. ત્યાર બાદ પેનમાં ઘી મૂકીને તેમાં તજ અને અન્ય મસાલા, ઉકાળેલા શાકબાજી  નાખીને સાંતળી લેવા.  ત્યાર બાદ તેમાં ચોખા અથવા તો પહેલેથી બનાવી રાખેલો સાદો પુલાવ નાંખીને બરાબર મિક્સ થવા દેવા.
તમને લાગે કે હજુ ચોખા કાચા છે તો થોડું પાણી નાંખીને ચોખાને ઉકળવા દેવા.
જ્યારે મસાલો બરાબર ચઢી ગયેલો લાગે ત્યારે પુલાવ એક વાસણમાં કાઢીને થોડું દહીં મિક્સ કરી લો.
પુલાવમાં ચારોળી પણ ભભરાવી દેવી.
જ્યારે પુલાવ સર્વ કરો ત્યારે ઉપર કોથમીર,કાજુ અને કિસમિસ ભભરાવીને તથા ફુદીનાનાં પાન મૂકીને સર્વ કરો