Not Set/ #ડેરા સચ્ચા સૌદા/ હનીપ્રીતને મળી મોટી રાહત, દેશદ્રોહનો ગુનો કોર્ટે પડતો મુક્યો

ડેરા સચ્ચા સૌદાના પાખંડી બાબા ગુરમીત રામ રહીમ સિંહ જે હાલ જેલમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે, તેની નજીકની સાથી માનવામાં આવતી હનિપ્રિતને કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. હનિપ્રિત પર રાજ્ય સરકાર દ્વાર દેશદ્વોહની કલમ નીચે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે હનિપ્રિત દ્વારા પોતે આ મામલે નિર્દોષ હોવાની અને દેશદ્વોહનો ગુનો […]

Top Stories India
166380 honeypreet insan #ડેરા સચ્ચા સૌદા/ હનીપ્રીતને મળી મોટી રાહત, દેશદ્રોહનો ગુનો કોર્ટે પડતો મુક્યો

ડેરા સચ્ચા સૌદાના પાખંડી બાબા ગુરમીત રામ રહીમ સિંહ જે હાલ જેલમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે, તેની નજીકની સાથી માનવામાં આવતી હનિપ્રિતને કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. હનિપ્રિત પર રાજ્ય સરકાર દ્વાર દેશદ્વોહની કલમ નીચે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે હનિપ્રિત દ્વારા પોતે આ મામલે નિર્દોષ હોવાની અને દેશદ્વોહનો ગુનો ખારીઝ કરવાની કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ મામલે જિલ્લા અદાલત પંચકુલાએ ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમ સિંહના નજીકના સાથી હનીપ્રીત ઇન્સન સામે દેશદ્રોહના આરોપોને રદ કર્યો છે.

કોર્ટ દ્વારા હનીપ્રીત સામે દેશદ્વોહનો આરોપ રદ કરવામાં આવતા હનીપ્રીતને મોટો ફાયદો થવા પામ્યો છે. જો કે હનીપ્રીત સામેનાં બાકીનાં નોંઘવામાં આવેલા ગુનાઓમાં તેની સામેની પોલીસ અને કોર્ટની કાર્યવાહી ચાલું રહેશે.  

આપણ વાંચો : પત્રકાર રામચંદ્ર હત્યા કેસ : CBI કોર્ટે 16 વર્ષ બાદ રામ રહીમને ઠેરવ્યો દોષી, 17 જાન્યુઆરીએ ફટકારશે સજા

આપને જણાવી દઇએ કે, પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના મામલે CBIની સ્પેશિયલ કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો આપતા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત અન્ય ચાર આરોપીઓને 16 વર્ષ બાદ દોષિત ઠેરવ્યા છે અને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.  તો સાથે સાથે રામ રહીમને પોતાના આશ્રમની સાધકો પર વારંવાર દુષ્કર્મ કરવાનાં તેમજ બીજા ગુનામાં પણ સજા થઇ છે. હનીપ્રીતને પણ મહિલા સાઘકની શીલશોષણમાં રામ રહીમને મદદહગીરીના ગુના સબબ સજા ફટકારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન