IPL 2021/ ધોનીની ચિંતા થઇ દૂર, પહેલી મેચ પહેલા આ તોફાની બેટ્સમેન થઇ જશે ફિટ

ટીમનાં તોફાની ઓપનર બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત સમાચાર અનુસાર ફાફ ડુ પ્લેસિસ અત્યારે આઈપીએલ રમશે.

Sports
11 60 ધોનીની ચિંતા થઇ દૂર, પહેલી મેચ પહેલા આ તોફાની બેટ્સમેન થઇ જશે ફિટ

IPL 2021 ની બીજી સીઝન શરૂ થાય તે પહેલા ચેન્નઈ (CSK) ની ટીમ મુશ્કેલીમાં હોવાનુ ચર્ચાઇ રહ્યુ હતુ. ટીમનાં તોફાની ઓપનર બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત સમાચાર અનુસાર ફાફ ડુ પ્લેસિસ અત્યારે આઈપીએલ રમશે.

આ પણ વાંચો – IPL 2021 / RCB નાં ખેલાડીઓ પ્રથમ મેચમાં પરંપરાગત લાલ ડ્રેસ પહેરશે નહીં, જાણો કારણ

સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, Faf du Plessis હવે ફિટ થઇ ગયા છે. એવો દાવો કરવામાં આવે છે કે, તે IPL ની શરૂઆત પહેલા જ મેચ રમવા માટે તૈયાર થઈ જશે. આપને જણાવી દઈએ કે, ફાફ ડુ પ્લેસિસ દક્ષિણ આફ્રિકાનાં મહાન બેટ્સમેન છે. તે IPL માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. અગાઉ સમાચાર હતા કે, ફાફ ડુ પ્લેસિસ ઇજાગ્રસ્ત થઇ ગયા છે. જણાવી દઇએ કે, ફાફ ડુ પ્લેસિસ CPL એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગ રમી રહ્યો હતો, આ દરમિયાન તેને ઈજા થઈ હતી. તેનાથી ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી ગઈ હતી. સૌથી મોટો પ્રશ્ન ઓપનિંગને લઇને હતો. અત્યાર સુધી ડુ પ્લેસી અને ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ માટે ઓપનિંગ કરી રહ્યા છે. હવે સવાલ એ ઉભો થઇ રહ્યો હતો કે, પ્રથમ મેચમાં ઋતુરાજ ગાયકવાડ સાથે કોણ ઓપનિંગ કરશે. ટીમ સાથે શેન વોટસન પણ નથી, જે ઓપનિંગ કરતો હતો. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટનાં કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે જોવા મળતી હતી, પરંતુ હવે દાવો કરવામાં આવ્યો છે કે, ડુ પ્લેસી સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે.

આ પણ વાંચો – Cricket / IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા ધોનીને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત

આવી સ્થિતિમાં, ધોની અને સમગ્ર ટીમે રાહતનો શ્વાસ લીધો છે. જણાવી દઈએ કે, આઈપીએલ 2021 નાં ​​પહેલા તબક્કામાં જે ભારતમાં જ રમાઈ રહી હતી, ફાફ ડુ પ્લેસિસે શાનદાર બેટિંગ કરી હતી અને આ જ કારણ હતું કે ટીમ ટોચની ટીમોમાં સ્થાન મેળવી શકી હતી. ફાફ ડુ પ્લેસિસ CPL માં રમી રહ્યો હતો અને આ દરમિયાન એક મેચમાં તેની જાંઘમાં ઇજા થઇ હતી. ડુપ્લેસિસની સમસ્યા કેટલી હતી તે હજુ સ્પષ્ટ થયું નથી. એવી આશંકા પણ હતી કે તેને થોડા દિવસો માટે બ્રેક લેવો પડશે. કેટલાક ક્રિકેટ નિષ્ણાતો એવો પણ દાવો કરી રહ્યા હતા કે તે પ્રારંભિક મેચ રમી શકશે નહીં પરંતુ બાકીની મેચોમાં તે ટીમ માટે રમતો જોવા મળશે. હવે જ્યારે સમાચાર આવી રહ્યા છે કે તે ચેન્નઈની પ્રથમ મેચ સુધી ફિટ થઇ જશે, ત્યારે ચેન્નઈ સમર્થકોનાં ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે.