Not Set/ PAKને રાજદ્વારી જવાબ..!!  NSA અજિત ડોભાલની સાઉદી અરેબિયામાં પ્રિન્સ સલમાન સાથે ખાસ મુલાકાત

આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને સાઉદી રાજકુમારે જમ્મુ-કાશ્મીર અંગે ભારત દ્વારા લીધેલા નિર્ણય પર વાત કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલે બુધવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યો હતો. જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથેના સંઘર્ષની સ્થિતિમાં આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાઉદી […]

Top Stories World
dobhal PAKને રાજદ્વારી જવાબ..!!  NSA અજિત ડોભાલની સાઉદી અરેબિયામાં પ્રિન્સ સલમાન સાથે ખાસ મુલાકાત

આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને સાઉદી રાજકુમારે જમ્મુ-કાશ્મીર અંગે ભારત દ્વારા લીધેલા નિર્ણય પર વાત કરી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલે બુધવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યો હતો. જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથેના સંઘર્ષની સ્થિતિમાં આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાઉદી અરેબિયાની મુલાકાતે આવેલા અજિત ડોભાલના ક્રાઉન પ્રિન્સ સાથેની આ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી.

આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને સાઉદી રાજકુમારે જમ્મુ-કાશ્મીર અંગે ભારત દ્વારા લીધેલા નિર્ણય પર વાત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાન સતત સાઉદી અરેબિયા સાથેના તેના સંબંધોને મજબૂત બનાવવામાં રોકાયેલ છે, અને કાશ્મીરનો મુદ્દો પણ અનેક વખત ઉઠાવ્યો છે.

અજિત ડોવલની યાત્રામાં બીજું શું?

સાઉદી અરેબિયા ભારતમાં પોતાનું રોકાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેથી આ પ્રવાસનું ખૂબ મહત્વ છે. આવનારા સમયમાં બંને દેશો વચ્ચે આવી ઘણી બેઠક થશે, જેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામેલ થશે.

ક્રાઉન પ્રિન્સને મળવા ઉપરાંત અજિત ડોવલ સાઉદી અરેબિયાના એનએસએ મુસાદે અલ ઇબાનને પણ મળ્યાં હતા.  આ દરમિયાન બંને અધિકારીઓએ પ્રાદેશિક સુરક્ષાની વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠકો ઉપરાંત અજિત ડોવલ સાઉદીના ઘણા મોટા નેતાઓને પણ મળશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.