Not Set/ બાવળીયાળી ધામ મુકામે અગ્રણીઓ દ્વારા ૧૦૦ ટ્રક ઘાસચારા અને જરૂરિયાતમંદ લોકોને ૧૫૦૦ કીટોનું વિતરણ 

ભાવનગર જિલ્લાનાં બાવળીયાળી ગામે નગાલાખા બાપા ચેરીટેબલ ટ્રસ્ટ ધામ મુકામે ગાદીપતી પૂ.રામબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં તોઉતે વાવાઝોડાની આ કુદરતી અણધારી આવી પડેલી આફતથી માલધારી

Gujarat
bavaliya 4 બાવળીયાળી ધામ મુકામે અગ્રણીઓ દ્વારા ૧૦૦ ટ્રક ઘાસચારા અને જરૂરિયાતમંદ લોકોને ૧૫૦૦ કીટોનું વિતરણ 

અલ્પેશ ડાભી, ભાવનગર@મંતવ્ય ન્યૂઝ

ભાવનગર જિલ્લાનાં બાવળીયાળી ગામે નગાલાખા બાપા ચેરીટેબલ ટ્રસ્ટ ધામ મુકામે ગાદીપતી પૂ.રામબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં તોઉતે વાવાઝોડાની આ કુદરતી અણધારી આવી પડેલી આફતથી માલધારી સમાજે સંગ્રહ કરેલો ઘાસચારો વરસાદથી પલળી સંપૂર્ણ નાશ પામેલો છે તેથી હાલમાં પશુપાલકો નાં મુંગા જાનવરોને બચાવવા ઘાસચારાની ખૂબજ તંગી છે, અને તેથી માલધારી સમાજનાં પશુપાલકો ને મદદરૂપ થવા માટે ૧૦૦ ટ્રક ઘાસચારા અને જરૂરિયાદ લોકોને ૧૫૦૦ જેટલી કીટોનું અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરશે.

bavaliya 2 બાવળીયાળી ધામ મુકામે અગ્રણીઓ દ્વારા ૧૦૦ ટ્રક ઘાસચારા અને જરૂરિયાતમંદ લોકોને ૧૫૦૦ કીટોનું વિતરણ 

જેમાં ગીરનાં જુદા-જુદા પ૪ જેટલા નેશમાં અસરગ્રસ્ત વિસ્તારમાં કીટ અને ઘાસચારાનું વિસ્તરણ કરવા માટે નગાલાખા બાપાની જગ્યાનાં મહંત  પૂજ્ય રામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સુરતનાં વિજયભાઈ ભરવાડ દ્વારા ટ્રકો અને જીપઓને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ.

bavaliya 3 બાવળીયાળી ધામ મુકામે અગ્રણીઓ દ્વારા ૧૦૦ ટ્રક ઘાસચારા અને જરૂરિયાતમંદ લોકોને ૧૫૦૦ કીટોનું વિતરણ 

કોરોના કહેર અને તાઉ-તે ની તારાજીથી કાળા માથાનો માનવી લાચાર બની ગયો છે. કુદરતનાં પ્રકોપનેને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. માણસને પોતાનાં માટે શુ કરવું તે નક્કી નથી. ત્યારે અબોલ પશુ તો માણસનાં ભરોસે છે. ત્યારે ગીરનાં નેહમાં રહેતા આવા અબોલ પશુઓ અને વાવાઝોડા થી અસરગ્રસ્ત લોકો ની વ્હારે માલધારું સમાજના આગેવાનો આવ્યા છે. ભાવનગરનાં નગાલાખાનાં ઠાકર બાવળીયાળી ખાતે માલધારી સમાજનાં સંત પુ.રામબાપુ તેમજ સંતો મહંતોની પ્રેરણાથી માલધારી સમાજ અને સામાજિક અગ્રણી માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સહાયરૂપે, અનાજકીટ, પશુધન માટે ઘાસચારો તથા સોલાર બેટરીનું વિતરણ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણાથી આજરોજ ટ્રકોને રવાનાં કરવામાં આવ્યા હતા.

bavaliya 4 1 બાવળીયાળી ધામ મુકામે અગ્રણીઓ દ્વારા ૧૦૦ ટ્રક ઘાસચારા અને જરૂરિયાતમંદ લોકોને ૧૫૦૦ કીટોનું વિતરણ 

આ રાહત સામગ્રી તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીરસોમનાથ, અમરેલી અને જુનાગઢ સહીતના જિલ્લા માં ૧૦૦ થી વધુ ટ્રક ઘાસચારો અને જીવન જરૂરિયાતની વસ્તુની ૧૫૦૦ થી વધુ કિટો, સોલાર ફાનસ સહિતની વસ્તુઓનું પહોંચાડવા આવશે. વિજયભાઈ ભડીયાદરા દ્વારા જણાવ્યું હતું કે, આ સખાવત ગીરમાં વસતા માલધારી સુધી પોહચશેં. જ્યાં લગભગ ૫૪ નેહ છે. તોઉ-તે વાવઝોડાને લીધે અસંખ્ય જે લોકોને રહેવા માટે છાપરા પણ રહ્યા નથી. ઢોર-ઢાંખર માટે ઘાસચારો નથી, ખાવા માટે અનાજ નથી, એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે.

sago str બાવળીયાળી ધામ મુકામે અગ્રણીઓ દ્વારા ૧૦૦ ટ્રક ઘાસચારા અને જરૂરિયાતમંદ લોકોને ૧૫૦૦ કીટોનું વિતરણ