Bhavnagar News/ 2027 માટે દિવ્યેશ સોલંકીના નામની ચર્ચા, કોળી સમાજના આગેવાનની ખુલ્લી માંગ

પ્રવીણ કોળીએ જણાવ્યું કે દિવ્યેશ સોલંકી (Divyesh Solanki)લાંબા સમયથી સમાજસેવા અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે

Others Gujarat
રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકી (Parshottam Solanki,)ના પુત્ર દિવ્યેશ સોલંકી (Divyesh Solanki)ના જન્મદિવસ પૂર્વે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ જાહેરમાં એવી માંગ કરી કે દિવ્યેશ સોલંકીને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવે અને તેઓ આગળ જઈને મંત્રીપદ સુધી પહોંચે.

Bhavnagar News : ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને હજુ સમય હોવા છતાં રાજ્યના રાજકારણમાં કોળી સમાજ (Koli Samaj)ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકી (Parshottam Solanki,)ના પુત્ર દિવ્યેશ સોલંકી (Divyesh Solanki)ના જન્મદિવસ પૂર્વે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ જાહેરમાં એવી માંગ કરી કે દિવ્યેશ સોલંકીને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવે અને તેઓ આગળ જઈને મંત્રીપદ સુધી પહોંચે.

પ્રવીણ કોળીએ જણાવ્યું કે દિવ્યેશ સોલંકી (Divyesh Solanki)લાંબા સમયથી સમાજસેવા અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. સમાજના વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ મળે તે માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ દરમિયાન યુવાનો અને સમાજના આગેવાનો તરફથી પણ દિવ્યેશ સોલંકીને ચૂંટણીમાં જોવાની માંગ ઉઠતી હોવાનું તેમણે જણાવ્યું.

તેમણે દાવો કર્યો કે સૌરાષ્ટ્રની કોળી બહુલ બેઠકોમાંથી કોઈપણ બેઠક પર દિવ્યેશ સોલંકી મજબૂત ઉમેદવાર બની શકે છે. તેમના જણાવ્યા મુજબ, યુવાનોમાં દિવ્યેશ સોલંકીની સારી લોકપ્રિયતા છે અને સમાજમાં તેમની સક્રિય કામગીરીને કારણે તેઓ ભાજપ માટે મહત્વનો યુવા ચહેરો બની શકે છે.

પક્ષે દિવ્યેશ સોલંકી (Divyesh Solanki)ને ટિકિટ આપવી જોઈએ

પ્રવીણ કોળીએ વધુમાં કહ્યું કે પક્ષે દિવ્યેશ સોલંકીને ટિકિટ આપવી જોઈએ અને કોળી સમાજની ભાવનાઓને ધ્યાનમાં લેવી જોઈએ. જોકે, ચૂંટણી લડવાનો અંતિમ નિર્ણય દિવ્યેશ સોલંકી અને પક્ષના નેતૃત્વનો રહેશે.

આ સમગ્ર મુદ્દે દિવ્યેશ સોલંકીએ સાવધ પ્રતિભાવ આપતા જણાવ્યું કે તેઓ આ વિષય પર કોઈ રાજકીય ટિપ્પણી કરવા માંગતા નથી. તેમના માટે સમાજસેવા પ્રથમ પ્રાથમિકતા છે અને પરિવારની ત્રણ પેઢીથી સમાજ માટે સેવા કરવાની પરંપરા ચાલુ છે. આગામી સમયમાં તેમના પિતા જે માર્ગદર્શન આપશે અને સમાજ જે નિર્ણય કરશે તે મુજબ તેઓ આગળ વધશે.

દિવ્યેશ સોલંકીએ ઉમેર્યું કે સમાજ હંમેશા તેમના માટે સર્વોચ્ચ રહ્યો છે અને રહેશે. રાજકારણ હોય કે સામાજિક ક્ષેત્ર, તેઓ સમાજના હિતમાં કાર્ય કરવા પ્રતિબદ્ધ છે.

દિવ્યેશ સોલંકી (Divyesh Solanki)ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં આવેલા ‘મેરા મુંજે’ પુસ્તકાલય ખાતે વિદ્યાર્થીઓને નોટબુક, સ્ટેશનરી કીટ, કબાટ અને ખુરશીઓ સહિત શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ આપવામાં આવ્યો.


આ પણ વાંચો : દિલ્હીમાં કોળી સમાજના બે સંમેલનને લઈને વિવાદ સર્જાયો

આ પણ વાંચો : કોળી સમાજના દિગ્ગજ નેતા પુરુષોત્તમ સોલંકીના જન્મદિવસની ઉજવણી

આ પણ વાંચો : દિલ્હીમાં કોળી સમાજની સમાધાન બેઠક