Not Set/ શું તમે પણ ખાવ છો સોપારી? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને આપે છે ફાયદો…

હિન્દૂ સંસ્કૃતિમાં પૂજા પાઠ સમયે સોપારીનો ઉપયોગ થતો આવ્યો છે. સોપારીના ફાયદા ઘણા છે, પરંતુ સોપારી શબ્દ કાને પડતા જ આપણને પાન, ગુટખા કે મસાલા યાદ આવે છે

Health & Fitness Lifestyle
Untitled 437 શું તમે પણ ખાવ છો સોપારી? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને આપે છે ફાયદો...

હિન્દૂ સંસ્કૃતિમાં પૂજા પાઠ સમયે સોપારીનો ઉપયોગ થતો આવ્યો છે. સોપારીના ફાયદા ઘણા છે, પરંતુ સોપારી શબ્દ કાને પડતા જ આપણને પાન, ગુટખા કે મસાલા યાદ આવે છે. જોકે, સોપારી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નીવડી શકે છે. તેના ઉપયોગથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ઘણા લોકો આ વાત પર પ્રશ્ન ઉઠાવી શકે પણ આજે અહીં તેના ફાયદા અંગે જાણકારી અપાવામાં આવી છે. તો ચાલો, સોપારી માત્ર પાન, મસાલા ગુટખા કે માઉથ ફ્રેશનર તરીકે જ નહીં, સ્વાસ્થ્યને શું ફાયદો કરી શકે તે જાણીએ.

દાંતને થાય છે ફાયદો

આમ તો સોપારીથી દાંતને નુકસાન થતું હોવાની માન્યતા છે. પરંતુ સોપારીમાં રહેલા એનથેલમીંટિક કેવિટીને દૂર કરે છે. પીળા પડી ગયેલા દાંતને ચોખ્ખા કરવા માટે સોપારીના પાવડરનો ઉપયોગ કરી શકાય છે.

ખંજવાળમાં રાહત આપે

સોપારીને તલના તેલ સાથે ઘસીને પેસ્ટ બનાવી તેનો ઉપયોગ થઈ શકે છે. આ પેસ્ટ ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે.

દુઃખાવો દૂર કરે

સોપારીથી કમર અને ગોઠણના દુઃખાવામાં પણ રાહત થાય છે. સોપારીમાં ઔષધીય ગુણ હોય છે. જેના કારણે સ્નાયુઓમાં થતો દુઃખાવો દૂર થાય છે. સ્નાયુમાં દુઃખાવો કે જકડાઈ જવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સોપારીનો ઉપયોગ કરી શકાય છે.

કબજિયાતમાં રાહત

દરરોજ સોપારીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સોપારીના એકથી બે નાના ટુકડા દરરોજ ખાવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જતા હોવાની માન્યતા છે. આ સાથે જ પેટને લગતા રોગ અને તકલીફોમાં પણ રાહત મળે છે. પાચનતંત્ર મજબૂત કરવામાં સોપારી મહત્વની ભૂમિકા ભજવે છે.

મોઢાના ચાંદાની સમસ્યામાં રાહત

સોપારી ચાવવાથી મોઢાના ચાંદાની સમસ્યા પણ દૂર થઇ શકે છે. માત્ર સોપારી ચાવીને અથવા તો કાથાવાળા પાનનું સેવન કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં રાહત મળે છે.

સ્ટ્રોકની સમસ્યાથી રક્ષણ આપે

સોપારી ખાવાથી સ્ટ્રોકની સમસ્યાઓમાં ફાયદો થઈ શકે છે. આ સાથે સોપારી અવાજને સુધારવામાં, સ્નાયુઓની તાકાત વધારવામાં અને સ્ટ્રોક ટાળવામાં મદદ કરે છે.