Viral Video/ આ વાયરલ વીડિયો ફૂડ વિશે શું તમે જાણો છો… ચીનના લોકો હોંશેહોંશેથી ખાય છે…

તમે પનીર, મશરૂમ વગેરે ગ્રિલ્ડ કરીને ખાધું હશે, પણ ચીનમાં બરફના ચોસલાને ગ્રિલ્ડ કરી મરી-મરચા સાથે ખાતા જોવા મળ્યા છે. મજાની વાત એ છે કે  આ લોકો લાઈનમાં ઊભા છે અને તેનો સ્વાદ ખૂબ જ સરસ છે તેવું કહી રહ્યા છે……

World
YouTube Thumbnail 2024 02 10T173443.871 આ વાયરલ વીડિયો ફૂડ વિશે શું તમે જાણો છો... ચીનના લોકો હોંશેહોંશેથી ખાય છે...

World News: વિશ્વભરમાં ખાવા-પીવા માટેની વસ્તુઓને લઈ નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જેને લોકો શોખથી ટ્રાય કરતા હોય છે. પરંતુ ચીનમાં અત્યારે એક અજીબ પ્રકારનું ફૂડ વાયરલ થઈ રહ્યું છે. જેમાં લોકો બરફને સ્નેક્સ (Snacks)ની જેમ ખાય છે.

 

View this post on Instagram

 

A post shared by South China Morning Post (@scmpnews)

તમે પનીર, મશરૂમ વગેરે ગ્રિલ્ડ કરીને ખાધું હશે, પણ ચીનમાં બરફના ચોસલાને ગ્રિલ્ડ કરી મરી-મરચા સાથે ખાતા જોવા મળ્યા છે. મજાની વાત એ છે કે  આ લોકો લાઈનમાં ઊભા છે અને તેનો સ્વાદ ખૂબ જ સરસ છે તેવું કહી રહ્યા છે.

ગરમ ગરમ બરફની રીત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુકાનદાર સ્નેક્સ વેચી રહ્યો છે. લોકો શોખથી ખરીદીને ખાતા દેખાય છે. વાઈરલ વીડિયોમાં એક શખ્સ બરફના ટુકડાને શેકીને ખાય છે. પછી એના ઉપર તેલ લગાડી મરચું અને સોસ નાખવામાં આવે છે. ધાણા નાખીને શણગારીને એક મહિલાને સર્વ કરે છે. મહિલા આ ડીશ ખાતા કહે છે કે, આ બહુ જ સ્વાદિષ્ટ છે અને ખૂબ જ તીખું છે.

તેની કિંમત શું છે…

તમને લોકોને થતું હશે કે આની કિંમત વધારે હશે, પણ જાણીને નવાઈ લાગશે કે આ માત્ર 170 રૂપિયા પ્રતિ ડીશ છે. આ વીડિયોને 20 લાખથી વધુ લોકોએ જોયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…

આ પણ વાંચો:રાજકોટ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સુવિધાનું આયોજન

આ પણ વાંચો:શું PayTm કંપનીને ખરીદી લેવામાં આવી છે… જાણો કયા નામથી ઓળખાશે