Not Set/ શું તમારો પાર્ટનર અલગ બેડ પર સૂવું વધારે પસંદ કરે છે? જાણો શું હોઇ શકે છે કારણ

લગ્નબાદ કપલ દરેક વસ્તુ શેર કરે છે. રૂમથી લઇને બેડ તથા બધો સામાન પણ શેર કરે છે. પરંતુ શુ આ સંબંધ માટે સારુ છે? શુ અલગ અલગ સુવુ મેરિડ કપલ માટે વધુ સારુ છે? તો ચાલો જાણીએ. ટોંરેન્ટોનાં રાયસન યૂનિવર્સિટી તરફથી કપલનાં અલગ સૂવાને લઇને એક સ્ટડી કરવામાં આવી હતી. જે કપલ્સ પર આ સ્ટડી […]

Relationships
Couple share no bed શું તમારો પાર્ટનર અલગ બેડ પર સૂવું વધારે પસંદ કરે છે? જાણો શું હોઇ શકે છે કારણ

લગ્નબાદ કપલ દરેક વસ્તુ શેર કરે છે. રૂમથી લઇને બેડ તથા બધો સામાન પણ શેર કરે છે. પરંતુ શુ આ સંબંધ માટે સારુ છે? શુ અલગ અલગ સુવુ મેરિડ કપલ માટે વધુ સારુ છે? તો ચાલો જાણીએ. ટોંરેન્ટોનાં રાયસન યૂનિવર્સિટી તરફથી કપલનાં અલગ સૂવાને લઇને એક સ્ટડી કરવામાં આવી હતી. જે કપલ્સ પર આ સ્ટડી થઇ એમાંથી 30-40 ટકા કપલે માન્યુ છે કે રાતમાં અલગ અલગ બેડ પર સુવાથી તેમની પોતાની રિલેશનશીપ હેપી બનાવી રાખવામાં મદદ મળે છે.

0039AF9E00000258 3717064 O ne in six British couples chooses to sleep in separate rooms a 6 1469987596029 શું તમારો પાર્ટનર અલગ બેડ પર સૂવું વધારે પસંદ કરે છે? જાણો શું હોઇ શકે છે કારણ

જો કે પાર્ટનરની સાથે બેડ શેર કરવામાં તમારી બોડીને તેમના સ્લીપિંગ પેટર્ન મુજબ ઢળવુ પડે છે. ઘણી વાર કપલમાંથી એકને સ્નોરિંગની આદત થાય છે જે સુતા બાદ શાંતિ પસંદ પાર્ટનરની ઉંઘ ઉડાડી શકે છે. ઉંઘ નહી આવવા પર ચિડચીડાપણુ વધે છે જે સંબંધ પર પણ અસર નાખે છે. ઘણી વાર લગ્ન થયા બાદ પણ કપલ બેડ શેરિંગની સાથે કંમ્ફર્ટેબલ નથી થઇ શકતા. ત્યાંજ કેટલીક સ્થિતીમાં પાર્ટનરની વર્કિંગ ટાઇમિંગ અલગ અલગ હોય છે. જેના કારણે કપલની ઉંઘ વારંવાર તૂટે છે. ઠીકથી ઉંઘ ન આવવા પર ધીરે ધીરે તેની અસર તેના મૂડ, હેલ્થ અને પછી સંબંધો પર પડે છે.

Image result for couple sleep different bed

કેટલીક સ્થિતીઓમાં પાર્ટનર એક બીજાથી ચીડાઇ જાય છે કે દરેક વસ્તુઓ માટે એક બીજાને જવાબદાર ઠેરવવાનુ શરુ કરી દે છે. એ કોઇ પણ સંબંધને તોડવા માટે પૂરતુ છે. સ્ટડી અનુસાર કપલને રિલેશનશીપ બતાવવા માટે બેડ શેર કરવો જરુરી નથી. બોડી અને મેંટલ હેલ્થ માટે ઉંઘ ઘણી વધુ જરુરી છે અને જો અલગ સુઇને એ મેળવી શકાય તો તેનાથી સારુ કઇ ન હોઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.