Mumbai Incident/ મુંબઈમાં શબવાહિની બની ડોલી, 26 વર્ષીય યુવતી પૂજા કરવા ગયા બાદ થઈ લાપતા, ભરૂચ પાસે મળી ડેડબોડી

મુંબઈમાં એક શબવાહિનીની ડોલીની જેમ સજાવવામાં આવી. ડોલી બનેલ આ શબવાહિનીમાં 26 વર્ષીય યુવતીનો મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો.

Trending India
YouTube Thumbnail 2024 03 21T112810.630 મુંબઈમાં શબવાહિની બની ડોલી, 26 વર્ષીય યુવતી પૂજા કરવા ગયા બાદ થઈ લાપતા, ભરૂચ પાસે મળી ડેડબોડી

મુંબઈમાં એક શબવાહિનીની ડોલીની જેમ સજાવવામાં આવી. ડોલી બનેલ આ શબવાહિનીમાં 26 વર્ષીય યુવતીનો મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો. યુવતીના ભાઈએ બહેનને લગ્ન કરી વિદાય ના આપી શક્યા એટલે તેને ફુલોથી સજાવેલ શબવાહિનીમાં વિદાય આપી. 26 વર્ષીય આ યુવતીનું નામ સોનમ ગુપ્તા છે. જે 13 માર્ચના રોજ સવારે 11.30વાગ્યે પૂજા કરવા ગઈ હતી. અને ત્યારબાદ પરત ફરી નહોતી. યુવતી લાપતા થતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

સોનમ ગુપ્તાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસ યુવતી અંગે તમામ શંકાસ્પદ ઠેકાણો પર તપાસ કરવા લાગી. યુવતીની શોધખોળમાં પોલીસને અચાનક ભરૂચમાં એક લાપતા યુવતીની લાશ મળી હોવાના સમાચાર મળ્યા. ભરૂચમાં રેલ્વે ટ્રેક પર એક યુવતીની ડેડ-બૉડી કોહવાયેલી સ્થિતિમાં મળી આવી હતી. પોલીસ અને પરિવારજનો ભરૂચ ગયા અને રેલ્વેટ્રેક પર મળેલ ડેડબોડીનો ચહેરો કોહવાયેલો હતો. પરંતુ યુવતી પાસે કેટલાક દસ્તાવેજ હતા તેના પરથી તે સોનમ ગુપ્તા હોવાનું જણાયું. ડેડ બોડી પાસેથી પોલીસને આધાર કાર્ડ, તૂટેલા મોબાઇલ અને નેઇલ-પૉલિશ જેવી સામગ્રી મળી. મળેલ દસ્તાવેજ પરથી પોલીસે નક્કી કર્યું કે આ ડેડબોડી સોનમની જ છે જે 13માર્ચના રોજ ગુમ થઈ હતી. ત્યારબાદ તમામ વિધિ પતાવ્યા બાદ સોનમનો મૃતદેહ પરિવારને મળ્યો. અને ગઈ કાલે પરિવારજનો સોનમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ફૂલોથી સજાવેલી શબવાહિનીમાં લઈ ગયા.

સોનમ ગુપ્તા કાંદિવલી-વેસ્ટના સાંઈનગરમાં હેરિટેજ પૅરોડી બિલ્ડિંગમાં રહે છે. 26 વર્ષીય સોનમ ભણવામાં હોંશિયાર સાથે આધ્યાત્મિકતામાં પણ વધુ રસ ધરાવતા પૂજાપાઠ પણ કરતી હતી. BMS કરેલ સોનમ કપડાની દુકાનમાં કામ કરતી હતી. 13 માર્ચે પૂજા કરવા ગયેલ સોનમ પરત ના ફરતા ભાઈ વિશાલે ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં ભાઈ વિશાલે કહ્યું કે ૧૩ માર્ચે રાતે સાડાઅગિયાર વાગ્યા સુધી તેણે મારી બહેનની સાથે વાત પણ કરી હતી. સોનમની શોધખોળ કરવા દરમ્યાન પોલીસે અમને ભરૂચ પાસેથી ડેડબોડી મળી હોવાની માહિતી આપી હતી. અને અમે તમામ ત્યાં ગયા હતા. જ્યાં કેટલાક દસ્તાવેજ અને તેની નેઈલ પોલીશ પરથી તે સોનમ જ છે તેની ખાતરી થઈ. આ અંગે વધુ તપાસ કરતા પોલીસને સોનમના મૃતદેહ પાસેથી સુરતથી અંબાલા જવાની ૧૩ માર્ચની રાતે દસ વાગ્યાની ટિ​કિટ મળી હતી. એના પરથી અમને શંકા થઈ રહી છે કે કંઈક તો ગરબડ છે. તેની સાથે શું થયું છે એ અમને સમજાઈ રહ્યું નથી. બહેનને લગ્ન કરીને વિદાય ન આપી શક્યા એટલે અમે શબવાહિનીને ડોલીની જેમ સજાવી હતી.

આ મામલે કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે સોનમ ૧૩ માર્ચે ગુમ થઈ અને ૧૫ માર્ચે પરિવારે ફરિયાદ નોંધાવી. યુવતીની શોધખોળ કરતા દરમિયાન ભરૂચ સ્ટેશન પાસે ડેડ-બૉડી મળી હોવાની માહિતી મળી. અને આ યુવતી સોનમ હોવાનું જાણવા મળ્યું. સોનમ નામની યુવતી પાસેથી સુરતથી અંબાલા જવા માટેની ટિકિટ મળી હોવાથી તે ગુજરાત બાજુએ જતુ હોવાનું લાગ્યું પરંતુ તેની પાસેથી મુંબઈથી સુરતની ટિ​કિટ મળી નથી. તેના હાથ-પગની આંગળીઓમાં ફ્રૅક્ચર હોવાના નિશાન જોતા ભરૂચ સ્ટેશનથી થોડે આગળ તેનો અકસ્માત થયો હોય એવું પણ અનુમાન છે. હાલ પ્રાથમિક તપાસમાં તેણે આત્મહત્યા કરી હોય એવી શક્યતા હોવાથી ઍક્સિડન્ટલ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhi Family/આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો: Breaking News Earthquake/મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભકૂંપથી ધરા ધ્રુજી, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા

આ પણ વાંચો: sanjay raut/સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે