વડોદરા/ બાઈક ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાંચ પોલીસની પુછપરછમાં યુવકના મોતને પગલં શંકા કુશંકાઓ

@નિકુંજ પટેલ વડોદરામાં કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે ચકચાર મચી છે. ક્રાઈમ બ્રાંચની પુછપરછ દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું હતું. 19 વર્ષના આ યુવકને બાઈક ચોરીના કેસમાં પુછપરછ માટે લવાયો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યુ હતું. આ બનાવ ની વિગત મુજબ 27 ડિસેમ્બરના રોજ […]

Gujarat Vadodara
બાઈક ચોરી

@નિકુંજ પટેલ
વડોદરામાં કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે ચકચાર મચી છે. ક્રાઈમ બ્રાંચની પુછપરછ દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું હતું. 19 વર્ષના આ યુવકને બાઈક ચોરીના કેસમાં પુછપરછ માટે લવાયો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યુ હતું.

આ બનાવ ની વિગત મુજબ 27 ડિસેમ્બરના રોજ બરોડાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીનો ગુનો નોંધાયો હતો.. જેમાં ક્રાઈમ બ્રાંચે યજ્ઞેશ ચૌધરી સહિત બે શકમંદોની અટક કરીને તેમની પુછપરછ શરૂ કરી હતી. જોકે પુછપરછ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનુ પોલીસે જણાવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે બે શંકાસ્પદોને અટકમાં લઈને પુછપરછ શરૂ કરી હતી.

આ બનાવ સંદર્ભે ક્રાઈમ બ્રાંચના એસીપી એચ.એ.રાઠોડે જણાવ્યું હતું કે શકમંદ યજ્ઞેશ ચૌધરીને અટક કરીને લાવવામાં આવ્યો ત્યારે પલીસે સ્ટેશન ડાયરીમાં તેની નોંધ કરી હતી. તે સિવાય તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન રાત્રે 9 વાગ્યે પુછપરછ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

સારવાર અર્થે તેને જમનાબાઈ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તે સમયે તેની સાથે અટક કરેલા અન્ય શકમંદને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ત્યાંથી તેને સયાજી હોસાપિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રાત્રે 11.40 વાગ્યે તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

વધુમાં એસીપી રાઠોડે જણાવ્યું હતું કે શકમંદના મૃત્યુ બાદ પણ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તપાસમાં ચોકસાઈ જાળવવાના હેતુથી શકમંદની અટક કરી ન હોવા છત્તા પોલીસે કસ્ટોડિયલ ડેથ જાહેર કરીને તે દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે એક્સિડેન્ટલ ડેથ (એડી) દાખલ કરવામાં આવી છે.

મિડીયા દ્વારા પુછાયેલા પોલીસની બેદરકારી અંગે તપાસ કરવામાં આવશે કે કેમ તે અંગે રાઠોડે કહ્યું હતું કે જે પણ હશે તે દિશામાં તપાસ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદ/ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:જુનાગઢ/વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:vibrant summit/વાઇબ્રન્ટ ગુજરાત 2024- ગેટ વે ટુ ધ ફ્યુચરઃ પીએમ મોદી