Not Set/ રાજકારણ/ આ ડ્રામા કંપની (ભાજપ) સફળ છે, કારણ કે નામશેષ કોંગ્રેસ નબળી પડી ગઇ છે : અસદુદ્દીન ઓવૈસી

એઆઈએમઆઈએમ નાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરી કોંગ્રેસ અને ભાજપ બન્ને પર આકરા પ્રહાર કરતા એક તીરે બે પક્ષીઓ માર્યા છે. ઓવૈસી મહારાષ્ટ્રનાં બુલડાનામાં એક ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા. બન્નેને શાબ્દિક બાનમાં લેતા ઓવૈસીએ કહ્યુ કે, ‘આ એક નાટક કંપની (ભાજપ) સફળ છે કારણ કે કોંગ્રેસ નબળી પડી ગઇ છે અને તે હવે અંતનાં આરે […]

Top Stories India
owaisi1 રાજકારણ/ આ ડ્રામા કંપની (ભાજપ) સફળ છે, કારણ કે નામશેષ કોંગ્રેસ નબળી પડી ગઇ છે : અસદુદ્દીન ઓવૈસી

એઆઈએમઆઈએમ નાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરી કોંગ્રેસ અને ભાજપ બન્ને પર આકરા પ્રહાર કરતા એક તીરે બે પક્ષીઓ માર્યા છે. ઓવૈસી મહારાષ્ટ્રનાં બુલડાનામાં એક ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા. બન્નેને શાબ્દિક બાનમાં લેતા ઓવૈસીએ કહ્યુ કે, ‘આ એક નાટક કંપની (ભાજપ) સફળ છે કારણ કે કોંગ્રેસ નબળી પડી ગઇ છે અને તે હવે અંતનાં આરે છે, તેમા (કોંગ્રેસ) હવે લડવાની આત્મક્ષમતા રહી નથી. જ્યારે ઈન્દિરા ગાંધી દ્વારા બનાવવામા આવેલા કાયદા(ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ )ને મોદી સરકાર નીરસ અને સ્વાર્થપોષક બનાવી રહી હતી ત્યારે તેઓ (કોંગ્રેસ) ક્યા હતા.’

જો કે આ પહેલીવાર નથી કે ઓવૈસીએ એક તીરે બે પક્ષીને માર્યા હોય. ઓવૈસીએ આ પહેલા પણ ભાજપનાં વધી રહેલા રાજનીતિક કદ પર કોંગ્રેસને બાનમાં લીધી છે. ઓવૈસીએ મહારાષ્ટ્રનાં બુલડાનામાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે, જ્યારે મોદી સરકારે ઈન્દિરા ગાંધી દ્વારા બનાવાયેલા આતંકવાદ વિરોધી કાયદાને કડક બનાવ્યા ત્યારે કોંગ્રેસ પક્ષ ક્યાં હતો? ઓવૈસીએ કહ્યું હતું કે, હવે આતંકવાદનાં નામે એક યાદી જાહેર કરવામાં આવશે, તે યાદીમાં કોઈનું પણ નામ લખવામાં આવશે અને તેને આતંકવાદી જાહેર કરવામાં આવશે. ઓવૈસીએ કહ્યું કે, જે વ્યક્તિને આતંકવાદી જાહેર કરવામાં આવશે તેનુ જીવન ખતમ થઇ જશે, તે કોર્ટમાં પણ જઈ શકશે નહીં, કોર્ટ પણ તેને આતંકવાદી જાહેર કરશે, આ પ્રકારનો કાયદો લાવવામાં આવ્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ તેને ટેકો આપ્યો છે. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.