Cricket/ ડ્રીમ 11 નહીં VIVO હશે IPL 2021 નું ટાઇટલ સ્પોન્સર, જાણો શું છે કારણ

ગુરુવારે ચેન્નઈમાં વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ ટી-20 લીગ આઈપીએલની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી રાખવામાં આવી હતી.

Trending
PICTURE 4 287 ડ્રીમ 11 નહીં VIVO હશે IPL 2021 નું ટાઇટલ સ્પોન્સર, જાણો શું છે કારણ

ગુરુવારે ચેન્નઈમાં વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ ટી-20 લીગ આઈપીએલની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી રાખવામાં આવી હતી. આ હરાજી દરમિયાન, જ્યાં તમામ ટીમોએ ઘણા ખેલાડીઓ પર બિડ વોર જીતી અને તેમને તેમની ટીમમાં શામેલ કર્યા, ત્યારે ગવર્નિંગ કાઉન્સિલનાં પ્રમુખ બ્રજેશ પટેલે હરાજી દરમિયાન આઇપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ અંગે મોટી જાહેરાત કરી હતી. હરાજી શરૂ કરતા પહેલા વિગતો આપતા બ્રજેશ પટેલે જણાવ્યું હતું કે, વિવો આ વર્ષની ટાઇટલ સ્પોન્સરશિપ માટે કમબેક કરી રહ્યુ અને હવે તેને VIVO IPL 2021 કહેવાશે.

Cricket / IPL Auction 2021 માં વિદેશી ખોલાડીઓની રહી બોલબોલા, સૌથી મોંઘા આ 10 ખેલાડીની યાદી

ચાઇનીઝ મોબાઈલ નિર્માતા VIVO ની BCCI સાથે દર વર્ષે રૂ.440 કરોડની સ્પોન્સરશિપ ડીલ છે. ગયા વર્ષે ભારત-ચીન સરહદ પર તણાવને ધ્યાનમાં રાખીને તેની સ્પોન્સરશિપ સસ્પેન્ડ કરવામાં આવી હતી. પરંતુ આ સિઝનમાં, VIVO આઇપીએલનાં પ્રાયોજક તરીકે પરત ફરશે, કારણ કે અપેક્ષા મુજબ ઓફર નહીં કરવાને કારણે બીજી કંપનીમાં અધિકારો ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો છે. BCCI નાં સૂત્રોએ પીટીઆઈને જણાવ્યુ કે, ‘ડ્રીમ 11 અને અનએકેડમીએ આ વર્ષ માટે જે ઓફર કરી હતી તે VIVO ની અપેક્ષાઓ સાથે સુસંગત ન હોતી, આ જ કારણ છે કે આ વર્ષે સ્વયં પ્રાયોજક બનવુ અને આગામી વર્ષે સંભાવનાઓ શોધવાનો નિર્ણય કર્યોં છે.’ ડ્રીમ 11 એ આઈપીએલ 2020 નો ટાઇટલ સ્પોન્સર હતો. તેણે 222 કરોડ રૂપિયા આપીને આ અધિકારો હસ્તગત કર્યા હતા. VIVO 5 વર્ષનાં કરાર માટે એક વર્ષમાં જેટલી રકમ આપશે આ રકમ તેના કરતા અડધી હતી. અહેવાલો અનુસાર, VIVO એ 2018 થી 2022 સુધીમાં 2190 કરોડ રૂપિયામાં આઈપીએલ સ્પોન્સરશિપ હકો મેળવ્યાં છે.

IPL Auction / આ 5 વિદેશી ખેલાડીઓ થયા માલામાલ, આ ખેલાડી બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

આ પહેલા બ્રજેશ પટેલની ઘોષણા પછી ઘણા સવાલો ઉભા થયા કે આખરે શું થયું જેના કારણે VIVO આઈપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ પરત ફરી રહ્યો છે. જણાવી દઇએ કે, ગયા વર્ષે ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેનાં સંબંધોમાં કડવાશ આવી ગઇ હતી અને તેને જોતા ભારતમાં ચીની કંપનીઓનાં બહિષ્કારની માંગ કરવામાં આવી હતી. VIVO એ આ વિવાદને કારણે ગત સિઝનમાં ટાઇટલ સ્પોન્સરશિપથી પોતાને દૂર કરી દીધા હતા અને બાદમાં ડ્રીમ ઇલેવનને એક વર્ષ માટે આ કરાર મળી ગયું હતું. જો કે વર્તમાન પરિસ્થિતિમાં પણ ભારત અને ચીન વચ્ચેનાં રાજકીય સંબંધો ખાટા જ જોવા મળી રહ્યા છે, તેમ છતા આ વખતે VIVO એ ટાઇટલ સ્પોન્સરશિપ પર પાછા ફરવાનો નિર્ણય લીધો છે.

IPL / કૃષ્ણપ્પા ગૌતમ માલામાલ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ