Directorate of Revenue Intelligence/ સુરતમાં ડીઆરઆઇની કાર્યવાહીઃ સોનું, હીરા સહિત કુલ બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મોટી કાર્યવાહી કરી દરોડા પાડતા બે કરોડથી વધુ રકમનો મુદ્દામાલ જપ્તો કર્યો છે. આ દરોડા સચિન ખાતેના સેઝમાં પાડવામાં આવ્યા છે.

Gujarat Surat
Surat DRI સુરતમાં ડીઆરઆઇની કાર્યવાહીઃ સોનું, હીરા સહિત કુલ બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
  • સચિનના સેઝમાં ડીઆરઆઇએ દરોડા પાડ્યા
  • સેઝમાંથી થતી દાણચોરી ચિંતાનો મોટો વિષય
  • આગામી સમયમાં પણ આ પ્રકારના દરોડા જારી રહેશે

સુરતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મોટી કાર્યવાહી કરી દરોડા પાડતા બે કરોડથી વધુ રકમનો મુદ્દામાલ જપ્તો કર્યો છે. આ દરોડા સચિન ખાતેના સેઝમાં પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ત્રણ કિલો સોનુ, હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળ મળી આવી છે. આ બધી વસ્તુઓની કિંમત બે કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

સુરતના  સચિન SEZ માં DRIએ દરોડા પાડ્યા. દરોડા દરમિયાન ત્રણ કિલો સોનું, 122 કેરેટ હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળ મળી આવી હતી. હિસાબમાં ગેરરીતિ દર્શાવીને અમેરિકાથી હીરા અને બ્રાન્ડેડ ઘડીયાળ આયાત કરાઈ હતી. ડીઆરઆઇએ મળેલી બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. જો કે આ કેસમાં હજુ કોઈ ધરપકડ નથી થઈ. બે કરોડની વસ્તુનો મુદ્દામાલ જપ્ત કરાયો, પણ હજી ધરપકડ થઈ નથી તે વાત આશ્ચર્યજનક છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર ગેરકાયદેસરની આયાત અને ચીજવસ્તુઓને લઈને વધુને વધુ આકરી થઈ છે. તેથી આ પ્રકારના દરોડા હવે કંઈ કોક જ દિવસ પડશે તેવુ નથી. પણ આ દરોડા સરકારી કાર્યવાહીનો હિસ્સો જ બની જશે. ડીઆરઆઇનું માનવું છે કે ગુજરાત સમુદ્રકિનારે હોવાથી ત્યાંથી રેક રુટે આવતા દાણચોરીના માલ પર ધ્યાન રાખવાની જરૂર છે. ડીઆરઆઇ માને છે કે આ ચોરી તો હજી કશું નથી, આવી કેટલીય ચોરી આગામી સમયમાં તે પકડી શકે છે અથવા પકડાતી રહેશે.

સુરતના સચીનના સેઝમાં કેટલાય એકમો આવેલા છે. સેઝમાંથી થતી દાણચોરી હવે મહત્વના ચિંતાના વિષય તરીકે ઉભરી આવી છે. આ અંગે સેઝ કમિશ્નરને પણ જણાવવામાં આવ્યું છે. જો આગામી સમયમાં આ મામલો વધારે ગરમાવો પકડે તો તેના મૂળ ઘણા ઊંડા નીકળી શકે છે.