સુરત/ રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, હવે ડાયમંડ સિટીમાંથી પણ ઝડપાયું ડ્રગ્સ

સુરત શહેર પોલીસ ઝોન-5ના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોસાડ આવાસમાંથી 2 કરોડથી વધુ રૂપિયાના MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી.

Gujarat Surat
ડ્રગ્સ

સુરત શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથીનો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત પોલીસ ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ સામે લાલ આંખ કરી રહી છે. ત્યારે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને અમરોલીના કોસાડ આવાસના એક શોપિંગ સેન્ટરમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી.

આ બાતમીના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ H-2ના શોપિંગ સેન્ટરની દુકાન 26 અને બિલ્ડીંગમાં રેડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન દુકાનમાંથી ડગસનનો મુદ્દા માલ મળી આવ્યો હતો. આ ઉપરાંત શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં રહેલી ઇકો કારમાંથી પણ ડ્રગ્સનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે રેડ દરમિયાન 2 કિલો 176 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ડ્રગ્સની કિંમત 2,17,60,000 થાય છે. આ ઉપરાંત રેડ દરમિયાન પોલીસને ₹2,68,000 રોકડા મળી આવ્યા હતા. પોલીસ સમગ્ર મામલે MD ડ્રગ્સ, રોકડ રકમ, 2 મોબાઈલ અને ઇકો કાર સહિત 2,22,53000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા મુબારક અબ્બાસ બાંદિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મુબારક પણ કોસાડ આવાસ અમરોલીનો રહેવાસી છે.

પોલીસે મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, મુબારક સામે અગાઉ પણ અમરેલી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયો છે તો પોલીસના સમગ્ર મામલે મુંબઈ ખાતે રહેતા શહેરમાં નામના એક વ્યક્તિને વોન્ટેડ પણ જાહેર કર્યો છે. પોલીસના સમગ્ર મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, આરોપીના ભાઈ મુસ્તાક સામે અગાઉ DCB પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે અને તે આ ગુનામાં લાજપોર જેલ ખાતે સજા કાપી રહ્યો છે. મહત્વની વાત છે કે સુરત પોલીસ કમિશનર દ્વારા સારી કામગીરી કરનાર પોલીસ કોન્સ્ટેબલને 25,000નું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:ભાજપમાં ‘મધુ શ્રીવાસ્તવ’નું પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી અમિત શાહની

આ પણ વાંચો:શું રવિન્દ્ર જાડેજા પણ જોડાશે ભાજપમાં? ભગવો કુર્તો પહેરી આપ્યા સંકેત; પત્ની લડી રહ્યા છે ચૂંટણી

આ પણ વાંચો:વાગરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુલેમાન પટેલ સહિત 45થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, ચૂંટણી ફોર્મ ભરવાનું બાકિ, કાર્યકરોમાં ચિંતા