મોટી જાહેરાત/ કોરોનામાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને સાધનો પર GST દર ઓછો કરાયો : નીતિન પટેલ

સોમવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, સોમવાર થી નવા નિયમો અને ટેક્ષ લાગુ પડશે, સપ્ટેમ્બર આખર સુધી જ આ ઘટાડો લાગુ કરવામાં આવશે, જો સંક્રમણ વધશે તો કાઉન્સિલ સમય મર્યાદામાં વધારો કરશે.

Top Stories Gujarat Others
nitin patel 1 કોરોનામાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને સાધનો પર GST દર ઓછો કરાયો : નીતિન પટેલ

રાજ્યમાં હાલનાં GSt દર ઓછા કરવા અંગે આજે બેઠક મળી હતી. જેમાં રાજ્યના નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલના જણાવ્યા અનુસાર કોરોના માં ઉપયોગમાં લેવામાં આવતી મશીનરી, દવાઓ અને અન્ય ઉપયોગી સાધનો માં જીએસટી ના સુધારો કરવામાં આવ્યો, જે મશીન અને દવાઓ પર 5 ટકા જીએસટી હતો તે હવે માફ કરવામાં આવ્યો, જે દવાઓ અને મશીન પર 12 ટકા જીએસટી દર હતો તેમાં 5 ટકા જીએસટી દર નક્કી કરવામાં આવ્યો છે. કોરોનાંમાં ઉપયોગમાં  લેવાતી દવાઓ પર GST દર ઘટાડવા અંગે અનેક રાજ્યો એ રજુઆત કરી હતી. આજે ફરીથી સમગ્ર દેશનાં નાણા મંત્રી ની આજે બેઠક મળી હતી. ગ્રુપ ઓફ મિનીસ્ટર દ્વારા કોરોનાની જે જે વસ્તુઓ પર GST દર ઘટાડવા અંગે રજુઆત કરી હતી તેં માન્ય રખાઈ છે. કોરોનાંમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પર GST દર ઓછો કરાયો છે.

  • ટૉસિલોઝુમેબ દવાં પર 5 ટકા GST હતો તેં 0 કરવામાં આવ્યો.
  • લોહી પાતળું કરવા માટે વપરાતા ઇન્જેક્શન પર 12 ટકા GST હતો જે 5ટકા કરાયો
  • અન્ય ઇન્જેક્શન જેનાં પર 5 ટકા GST દર હતો જે સંપુર્ણ માંફ કરવામાં આવ્યો
  • જરુરી દવાઓ પર લેવાતા વધું ટેક્સ ને ઘટાડી ને 5 ટકા કરાશે
  • રેમડેસિવિર 12 ટકા GST થી 5 ટકા કરાયો ..
  • વેંટીલેટર પર 12 થી 5 ટકા GST કરાયો
  • ઓક્સિજન કોન્સિટેટર 12 ટકા થી ઘટાડી 5 ટકા કરાયો
  • ઓક્સિજન પર 12 ટકા GST  ને ઘટાડી ને 5 ટકા GST કરાયો
  • વેંટીલેટર સાથે જોડાયેલ અન્ય સામગ્રી પર 12 ટકા GST ને 5 ટકા કરાયો
  • બાયપેપ મશીન 12 ટકા gst હતો જે ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે
  • કોવીડ ટેસ્ટિંગ કીટ પર અત્યાર સુધી 12 ટકા GST દર હતો જેને ઘટાડી ને 5 ટકા કરાયો
  • હેન્ડ શેનીટાઇઝર પર 18 ટકા GST દર હતો જે 5 ટકા કરાયો
  • બ્લડ ટેસ્ટ ના રિપોર્ટ માં 5 ટકા જીએસટી કરવામાં આવ્યો,
  • પલ્સ ઓક્સીમીટરમાં 5 ટકા જીએસટી કરાયો, સેનેટાઈઝર
  • અગ્નિસંસ્કાર માટે ઇલેકટ્રીક ભઠ્ઠી ના સાધનોમાં 18 ટકા ટેક્ષ લાગતો હતો તેમાં હવે 5 ટકા ટેક્ષ લાગશે
  • ઓક્સિમીટર પર 12 ટકાનાં બદલે 5 ટકા કરાયો
  • થરમોમીટર નાં 18  ટકાનાં GST ને 5 ટકા કરાયો
  • કોરોનાં સંક્રમણ માટે જે જે સાધનો વપરાય છે જેનાં પર  GST ઘટાડવામાં આવ્યો..
  • એમ્બ્યુલન્સ પર જે 28 ટકા GST વપરાતો તેને ઘટાડી ને હવે 12 ટકા કરાયો.

સોમવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, સોમવાર થી નવા નિયમો અને ટેક્ષ લાગુ પડશે, સપ્ટેમ્બર આખર સુધી જ આ ઘટાડો લાગુ કરવામાં આવશે, જો સંક્રમણ વધશે તો કાઉન્સિલ સમય મર્યાદામાં વધારો કરશે.