Weather/ ઉનાળાની શરૂઆતમાં જ વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામા વધારો

ગુજરાતમાં ફરી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 4, 5 અને 6 માર્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા…

Top Stories Gujarat
Rain Forecast in Summer

Rain Forecast in Summer: ગુજરાતમાં ફરી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 4, 5 અને 6 માર્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. તો વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહિસાગર, નર્મદા, નવસારીમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં કેરીના પાકની હાજરીને કારણે કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે.

રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માવઠાની આગાહીને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. જેમાં વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહિસાગર, નર્મદા, નવસારીમાં વરસાદની સંભાવના છે. માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જેના કારણે કેરીના પાકને નુકસાન થવાની ચિંતા છે. આ ઉપરાંત ઘઉંના પાકને નુકસાન થવાની સંભાવના છે.

તાપમાન થઈ શકે છે વધારો

હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં રાજ્યમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોને આગામી દિવસોમાં ભારે હીટવેવનો સામનો કરવો પડશે. તેથી, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં 14 થી 19 માર્ચ દરમિયાન હવામાનમાં પણ પલટો આવી શકે છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં દેશભરમાં વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ આકરી ગરમી પડી રહી છે, જ્યારે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેથી અરવલ્લી પઠાણામાં કમોસમી વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા રજીસ્ટ્રારે તમામ ખેત પેદાશ બજાર સમિતિઓના સેક્રેટરી અને પ્રમુખને સતર્ક રહેવા સૂચના આપી છે. બજાર પરિસરમાં પાકને સલામત સ્થળે લઈ જવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad/ખોખરામાં એક જ સોસાયટીમાં 5 લોકોને કડ્યું શ્વાન, શું છે હિંસક બનવાનું કારણ

આ પણ વાંચો: Congress-left/કોંગ્રેસનો સાથ, સહયોગીના સૂપડા સાફ, ત્રિપુરા વિધાનસભા ચૂંટણીએ ફરીથી સાબિત કર્યુ

આ પણ વાંચો: Stock Market/બજારે ગઇકાલનો વધારે આજે ધોઈ નાખ્યોઃ સેન્સેક્સ 501 અને નિફ્ટી 129 પોઇન્ટ ઘટ્યો