Not Set/ ભૂકંપ/ ફરી ગુજરાત-મહારાષ્ટ્ર ધ્રુજ્યુ, વધતા જતા આંચકાથી લોકોમાં ભય

પાછલા લાંબા સમયથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભૂકંપનાં આચકા અનુભવવામાં આવી રહ્યા છે. જે પ્રદેશે કચ્છ અને લાતુર જેવી ભૂકંપ હોનારથો જોઇ હોય તે પ્રદેશમાં ભૂકંપ થાય એટલે લોકોનાં હદય બેસી જાય તે પણ તેટલી જ હકીકત છે. ત્યારે ફરી મહારાષ્ટ્રનાં મુંબઈનાં પાલઘર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો  સાથે સાથે ગુજરાતનાં વલસાડમાં પણ ફરી ભૂકંપનાં […]

Top Stories Gujarat Others
earthquake gujarat.jpg1 ભૂકંપ/ ફરી ગુજરાત-મહારાષ્ટ્ર ધ્રુજ્યુ, વધતા જતા આંચકાથી લોકોમાં ભય

પાછલા લાંબા સમયથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભૂકંપનાં આચકા અનુભવવામાં આવી રહ્યા છે. જે પ્રદેશે કચ્છ અને લાતુર જેવી ભૂકંપ હોનારથો જોઇ હોય તે પ્રદેશમાં ભૂકંપ થાય એટલે લોકોનાં હદય બેસી જાય તે પણ તેટલી જ હકીકત છે. ત્યારે ફરી મહારાષ્ટ્રનાં મુંબઈનાં પાલઘર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો  સાથે સાથે ગુજરાતનાં વલસાડમાં પણ ફરી ભૂકંપનાં આંચકા અનુભવાયા છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતનાં વલસાડમાં વહેલી સવારે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે આવેલા ભૂકંપનાં આંચકોની તીવ્રતા 4.8ની હોવાનું અને ભૂકંપ સવારે 5.22 વાગ્યે આવ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. તો સાથે મહારાષ્ટ્રનાં બોરડી નજીક ભૂકંપનું એ.પી સેન્ટર હોવાનું સામે આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં વલસાડમાં લગભગ રાત્રે 11.20 કલાકે કંપન અનુભવાયું હતું. ગુજરાતનાં વલસાડમાં ભૂકંપનાં આંચકોની  તિવ્રતા 2.1 હોવાનું  નોંધવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, ભૂકંપનો આંચકોનો અનુભવ શુક્રવારનાં દિવસે લોકોએ 4- 4 કર્યો હતો. આટલા આંચકા અનુભવાયા હોવાનાં કારણેે લોકોમાં એક ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વે પણ ગુજરાત મોટા ભૂકંપની ખુવારી સહન કરી ચૂક્યું છે અને તે સમયે પણ હાલની જેમ શરૂઆતી સમયમાં ધીમા ધીમા આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો અને તેની ફ્રિક્વન્સી ધીમે ધીમે વધી હતી. તે સમયે પણ આંચકાઓ શિયાળાની શરૂઆત પહેલા શરૂ થયા હતા અને હાલમાં પણ છેલ્લા બે મહિનાથી સતત ભૂકંપ અનુભવવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોમાં ભૂતકાળનાં પુનરાવર્તનને લઇને ડર વ્યાપતો જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.