Not Set/ મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો, જશુ ભીલ 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો

એસટી વિભાગમાં નોકરી માટે પૂર્વ ડિરેક્ટર જશુ ભીલ દ્વારા એક યુવક પાસેથી રૂપિયા લેવામાં આવ્યા.રૂપિયા આપવાની ઘટનાને બે થી અઢી વર્ષ થઈ ગયા હોવા છતાં અરજદારને નોકરી ન મળી,

Top Stories Gujarat Others
જશુ ભીલ
  • મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો
  • જશુ ભીલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ
  • મંતવ્ય ન્યૂઝે કર્યો હતો કૌંભાંડનો પર્દાફાશ
  • એસટી વિભાગમાં નોકરી આપવાનું હતું કૌંભાંડ
  • GSRTCના પૂર્વ ચેરમેન છે જશુ ભીલ
  • જશુ ભીલ 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ

રાજ્યમાં વધુ એક વિભાગની ભરતીમાં કૌભાંડ થયાનો કથિત મામલો સામે આવ્યો છે.  એસટી વિભાગમાં ભરતી માટે રૂપિયાની લેતીદેતી થઈ હોવાની વાતચીત સાથે એક વીડિયો વાયરલ થયો છે.એસટી વિભાગમાં નોકરી માટે પૂર્વ ડિરેક્ટર જશુ ભીલ દ્વારા એક યુવક પાસેથી રૂપિયા લેવામાં આવ્યા.રૂપિયા આપવાની ઘટનાને બે થી અઢી વર્ષ થઈ ગયા હોવા છતાં અરજદારને નોકરી ન મળી, ને લઈને અરજદાર જસુ ભીલના ઘરે પહોંચ્યો અને તેની સાથે બધી વાતચીત કરી.

આ પણ વાંચો :વડોદરામાં ઈલેક્શન કાર્ડમાં યુવકના ફોટાને બદલે છપાયું એવું કે, તમે પણ નહીં કરી શકો વિશ્વાસ

જસુ ભીલે કોરોનાનું કારણ આગળ ધરતા  કહ્યું કે 2 વર્ષથી સરકારી ઓફિસો બંધ હતી..તેથી નોકરીનું કશું નથી થઈ શક્યું..અંતે યુવકને રૂપિયા પરત આપવાની વાત થઈ તો તેમણે કહ્યું કે પોતે જેમને પૈસા આપ્યા છે તેમની પાસેથી લઈ આવશે.મતલબ કે રૂપિયા લીધા હોવાનું અહીં સ્પષ્ટ થાય છે.આ સમગ્ર વાતચીતનો વીડિયો વાયરલ થતાં એસટી વિભાગમાં પણ શું આવી રીતે ભરતીનું કૌભાંડ ચાલી રહ્યું છે તેની શંકા ઉપજી રહી છે.

મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે.  જશુ ભીલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ ઉપાધ્યક્ષના પ્રમુખ જશુ ભીલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપે શિસ્તભંગનું કારણ આપીને તેમને સસ્પેન્ડ કર્યા છે. વીડિયો વાયરલ  થયા બાદ ભાજપે મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે, જશુ ભીલ પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ ઉપાધ્યક્ષના પ્રમુખ છે.

ફરિયાદી યુવકે આરોપ લગાવ્યો છે કે 2018માં થયેલી કંડકટરની ભરતી માટે તેણે ભાજપના હોદ્દેદાર જશુ ભીલને 40 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં ભરતીમાં ઓર્ડર ન મળતા જશુ ભીલ પાસે રૂપિયા પરત માગ્યાં હતા, પરંતુ જશુ ભીલ સીધો જવાબ આપતા નહતા. જેથી આધાર પુરાવા માટે આ વીડિયો ઉતારવો પડ્યો હોવાનો પીડિતે દાવો કર્યો છે

વીડિયો વાયરલ થતા હવે કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે કરોડો રૂપિયા ભાજપના આગેવાનોના ખિસ્સામાં ગયા છે. ભાજપ મની કલેક્શન માટે એક વ્યક્તિની નિમણૂક કરી રૂપિયા ખંખેરી રહી છે.

આ પણ વાંચો :ઇલેક્ટ્રિક ગાડી ચલાવનાર લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો, જાણો શું છે ઘટના

આ પણ વાંચો :વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા સાઈટની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આ પણ વાંચો : હેલિકોપ્ટરથી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં જીઓલોજિકલ સર્વે કરાયો, ષ્ટકોણ આકારની

આ પણ વાંચો :સાયલા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં નવીન બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો