Mahisagar News : શિક્ષકોની ભરતી મામલે શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે જમાવ્યું છે કે ધોરણ 1 થી 5 માં TET-1 પાસ કરેલ 5 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તે સિવાય ધોરણ 6 થી 8 માં TET-2 પાસ કરેલ 7 હજાર શિક્ષકોની ભરતીકરવામાં આવશે. બીજીતરફ અન્ય માધ્યમોમાં પણ 1852 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, એમ ડિંડોરે વધુમાં જણાવ્યું હતું.
આ ભરતી પ્રક્રિયા પારદર્શક અને ઓનલાઈન રહેશે. જેમાં ઉમેદવાર 7 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે. આ ભરતી મેરીટના ધોરણે થશે.
આ પણ વાંચો: ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષીની લાંચના આરોપમાં ધરપકડ
આ પણ વાંચો: ACBની સફળ ટ્રેપ, બહુમાળી ફલેટના વેચાણમાં લેવાતી લાંચનો ભાંડો ફૂટયો
