ઢાંક પીછોડો/ દેવગઢ બારિયાઃ DLLS હોસ્ટેલમાં બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, સતાધીશોએ સેવ્યું મૌન

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે રમત-ગમત DLLS હોસ્ટેલના  30થી વધુ બાળકોને રાત્રે ફૂડ પોઇઝનિંગની અસર થતા બાળકોને ઝાડા ઉલ્ટી તેમજ ચક્કર

Gujarat Others
dahod food poisoning દેવગઢ બારિયાઃ DLLS હોસ્ટેલમાં બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, સતાધીશોએ સેવ્યું મૌન

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે રમત-ગમત DLLS હોસ્ટેલના  30થી વધુ બાળકોને રાત્રે ફૂડ પોઇઝનિંગની અસર થતા બાળકોને ઝાડા ઉલ્ટી તેમજ ચક્કરની અસર જોવા મળી હતી. જેને લઈને કેટલાક બાળકોને રાત્રે જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક મેડીકલ ઓફિસરે સમગ્ર મામલે સાચું કારણ તો જણાવ્યું નહોતું પણ જણાવ્યું હતું કે ઉપરી અધિકારીને પૂછીને રીપોર્ટ બતાવી શકીએ અને જણાવ્યું કે, ગઈકાલે રાત્રે ખાવા-પીવામાં કંઇક આવ્યું હોય જેના પગલે અસર થઇ હોઈ શકે અને અત્યારે 3 બાળકો સારવાર હેઠળ છે જ્યારે અન્યોને સારવાર આપી હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. આ સમગ્ર મામલે DLLS રમત-ગમત હોસ્ટેલના કર્મીઓએ બોલવાનું ટાળ્યું હતું કે શા કારણે આવો બનાવ બન્યો છે અને ઢાંકપીછોડો કરતા હોય તેમ એક બીજાને ખો આપી રહ્યા છે. તથા બાળકોને સારવાર માટે લઇ આવેલ ફીઝ્યોથેરપીસ્ટ સમગ્ર મામલે મૌન સેવી લીધું હતું અને સમગ્ર મામલે હોસ્ટેલના સતાધીશો ઢાંકપીછોડો કરતા હોય તેમ લાગી રહ્યું છે.

30થી વધુ બાળકોને રાત્રે ફૂડ પોઇઝનની અસર
બાળકોને ઝાડા ઉલ્ટી તેમજ ચક્કરની અસર
કેટલાક બાળકોને રાતે હોસ્પિટલ ખસેડ્યા
કેટલાક લોકોને સવારે સારવાર અર્થે ખસેડ્યા
બાળકો સાથે આવેલ ફિઝયોથેરાપીને બોલવા નથી તૈયાર
હોસ્ટેલના કર્મીઓનો સમગ્ર મામલે ઢાંકપીછોડ