ગુજરાત/ મંતવ્ય ન્યૂઝના અહેલાવની અસર,સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની કરાઈ સાફ સફાઈ અને જવાબદારોને નોટિસ

મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું છે અને એવી પણ માહિતી સામે આવી રહી છે કે હોસ્પિટલ તંત્ર પાસેથી ગાંધીનગરથી ખુલાસો માગવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat
સિવિલ

@અમિત રૂપાપરા 

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી સમયે પીએમ કેર ફંડમાંથી જે વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા. તે વેન્ટિલેટરની દેખરેખ બરાબર ન થતી હોવાનો મામલો સામે આવ્યો હતો. આ વેન્ટિલેટરને એક રૂમમાં મૂકી દેવામાં આવ્યા હતા અને પ્રોપર રીતે તેની સાફ-સફાઈ પણ કરવામાં આવતી ન હતી. વેન્ટિલેટર પર મોટા પ્રમાણમાં ધૂળ જામી ગઈ હતી. ત્યારે આ મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું છે અને એવી પણ માહિતી સામે આવી રહી છે કે હોસ્પિટલ તંત્ર પાસેથી ગાંધીનગરથી ખુલાસો માગવામાં આવ્યો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા આ વેન્ટિલેટરની સાફ-સફાઈ કરાવવામાં આવી છે અને જેટલા પણ વેન્ટિલેટર હતા તેને પ્રોપર રીતે કવર પહેરાવી, જે જગ્યા પર આ વેન્ટિલેટર મૂકવામાં આવ્યા હતા તે જગ્યાની સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Untitled 32 મંતવ્ય ન્યૂઝના અહેલાવની અસર,સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની કરાઈ સાફ સફાઈ અને જવાબદારોને નોટિસ

મહત્વની વાત છે કે, ધૂળના કારણે વેન્ટિલેટર ખરાબ ન થાય તે માટે હવે વેન્ટિલેટને કવર ચઢાવી દેવામાં આવ્યા છે. તો કવરની સંખ્યા ઓછી હોવાના કારણે વધુ કવર પણ મંગાવવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ દ્વારા કિડની બિલ્ડીંગના ઇન્ચાર્જ ફાર્મસીસ્ટ અને સિક્યુરિટીને નોટિસ પણ આપવામાં આવી છે.

Untitled 32 2 મંતવ્ય ન્યૂઝના અહેલાવની અસર,સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની કરાઈ સાફ સફાઈ અને જવાબદારોને નોટિસ

આ મામલામાં સત્તાધીશો એ પોતાનો બચાવ કરતા સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વેન્ટિલેટરની સાફ સફાઈ સમયાંતરે કરવામાં આવતી જ હોય છે પરંતુ એકાદ વખત સફાઈ બાકી હોવાના કારણે આ મામલો સામે આવ્યો છે. પણ હવે તમામ વેન્ટિલેટરને કવર પહેરાવવામાં આવ્યા છે. એન્જિનિયરો બોલાવીને વેન્ટિલેટરની સર્વિસ પણ કરાવવામાં આવી છે અને જવાબદારોને નોટિસ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે