જીવલેણ હુમલો/ ઉમવાડા ચોકડી પાસે બિલીયાળાનાં પ્રૌઢ પર આઠ થી દશ શખ્સોનો ઘાતક હુમલો

નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે બિલીયાળા થી નવા માર્કેટ યાડઁ જઇ રહેલાં પ્રૌઢ પર આઠ થી દશ હથીયારધારી શખ્સો એ હુમલો કરતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયાં હતાં.બનાવ અંગે સીટી

Gujarat
proudh accident ઉમવાડા ચોકડી પાસે બિલીયાળાનાં પ્રૌઢ પર આઠ થી દશ શખ્સોનો ઘાતક હુમલો

વિશ્વાસ ભોજાણી, ગોંડલ @મંતવ્ય ન્યૂઝ

નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે બિલીયાળા થી નવા માર્કેટ યાડઁ જઇ રહેલાં પ્રૌઢ પર આઠ થી દશ હથીયારધારી શખ્સો એ હુમલો કરતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયાં હતાં.બનાવ અંગે સીટી પોલીસમાં ફરીયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ બિલીયાળા રહેતાં અને માર્કેટ યાડઁમાં કિશાન ભોજનાલય ચલાવતાં હંસરાજભાઈ મનજીભાઈ ડોબરીયા સવારે પોતાની કારમાં ગોંડલ યાડઁ માં જવાં નિકળ્યાં હતાં.

bolaro 1 ઉમવાડા ચોકડી પાસે બિલીયાળાનાં પ્રૌઢ પર આઠ થી દશ શખ્સોનો ઘાતક હુમલો

આ વેળા સવારે દશ નાં સુમારે ઉમવાડા ચોકડી પાસે બોલારો અને મોટર સાયકલ સાથે ઘસી આવેલાં બિલીયાળા નાં અતુલ ખીંટ,તેનો ભાઇ માંડો,લાલો ખીંટ,રઘો ધરાંગીયા,કાળુ, જગદિશ,વિશાલ સહીતનાં શખ્સોએ હંસરાજભાઈની કાર આડે બલારો સહીત વાહનો આડા રાખી કાર અટકાવી ગાળાગાળી કરી હતી.હંસરાજભાઈ એ કારનો દરવાજો ખોલતાં આ શખ્સો એ ધારીયા સહીત નાં હથીયારો વડે હુમલો કરતાં માથાં નાં ભાગે ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલ માં ખસેડાયાં હતાં.બનાવબાદ હુમલાખોર નાશી છુટયાં હતાં.

bolaro 2 ઉમવાડા ચોકડી પાસે બિલીયાળાનાં પ્રૌઢ પર આઠ થી દશ શખ્સોનો ઘાતક હુમલો

બનાવ અંગે હંસરાજભાઈ એ પોલીસ ફરીયાદ માં જણાવ્યું કે ઉપરોકત શખ્સો બિલીયાળાનાં પાદરમાં ઢોર રાખતાં હોય ઉપરાંત ટ્રાફીકને નડે તે રીતે પાલાની ગાડી રાખતાં હોય અગાઉ ઠપકો આપ્યો હતો.જેનો ખાર રાખી સવારે હુમલો કરાયો હતો.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયઁ વાહી હાથ ધરી છે.

majboor str 15 ઉમવાડા ચોકડી પાસે બિલીયાળાનાં પ્રૌઢ પર આઠ થી દશ શખ્સોનો ઘાતક હુમલો