surat news/ ઇલેક્ટ્રિક વાહન ઓવરચાર્જિંગના લીધે ફાટ્યું, યુવતી ભસ્મીભૂત, પાંચ ઇજાગ્રસ્ત

સુરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઓવરચાર્જિંગના લીધે ફાટતા 18 વર્ષીય યુવતીનું મોત થયું છે અને તેના ચાર કુટુંબીજનો ઇજા પામ્યા છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 20 1 ઇલેક્ટ્રિક વાહન ઓવરચાર્જિંગના લીધે ફાટ્યું, યુવતી ભસ્મીભૂત, પાંચ ઇજાગ્રસ્ત

Surat News: સુરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઓવરચાર્જિંગના લીધે ફાટતા 18 વર્ષીય યુવતીનું મોત થયું છે અને તેના ચાર કુટુંબીજનો ઇજા પામ્યા છે. સુરતમાં લિંબાયત ઝોનમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક પાસે લક્ષ્મીપાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન છે અને ઉપર બે માળનું મકાન છે ત્યાં વહેલી સવારે બે ધડાકા થતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી.

આગ નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી પ્રસરી ગઈ હતી. તેના લીધે ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બ્લાસ્ટથી એક દીવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ આગમાં પાંચ લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો હતો. જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભડથું થઈ ગઈ હતી જ્યારે અન્ય ચાર સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

બે બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. જાણે બોમ્બ ધડાકા થયા હોય તેવું લોકોને લાગ્યું હતું. બે ધડાકાના લીધે દુકાનની પાછળની દીવાલ તૂટી ગઈ હતો. બીજા મકાનોને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે સવારે અમે પહોંચ્યા ત્યારે નીચે હાર્ડવેરની દુકાનમાં આગ લાગી હતી. પહેલા અને બીજા માળે રહેલા પાંચ જેટલા લોકોને બચાવાયા હતા. કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક ગેસ સિલિન્ડર ફાટેલી સ્થિતિમાં મળ્યું હતું.

કાબૂ મેળવવાની સાથે ફસાયેલાને રેસ્ક્યૂ કર્યા હતા. મકાનના બીજા માળે ગેલેરીમાં ફસાયેલા 3 વ્યક્તિ જેમાં એક મહિલા, એક બાળક અને એક દાઝી ગયેલ મોટી ઉંમરના વ્યક્તિને રેસ્ક્યૂ કર્યાં હતાં. બ્લાસ્ટ અને આગના કારણે એક મહિલાએ નીચે સીડી પરથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે દાઝી જવાથી તાકીદે ફાયર ટીમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:  કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત