Not Set/ એલન મસ્કે એવું તો કયું ટ્વીટ કર્યું તો લોકો ચોંકી ઉઠયા? વાંચો, વિગતો

મસ્કે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેઓ નોકરી છોડીને ઇન્ફ્લુએન્સર બનવાનું વિચારી રહ્યા છે. મસ્ક ટેસ્લામાં પોતાની ભાગીદારી સતત ઓછી કરી રહ્યા છે.

World
એલન મસ્ક

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે શુક્રવારે સવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા છે. મસ્કે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેઓ નોકરી છોડીને ઇન્ફ્લુએન્સર બનવાનું વિચારી રહ્યા છે. મસ્ક ટેસ્લામાં પોતાની ભાગીદારી સતત ઓછી કરી રહ્યા છે. ગુરુવારે તેમણે કંપનીના 9,34,091 શેર 96.30 કરોડ ડોલરમાં વેચી નાંખ્યા. 10 ટકા ભાગીદારી વેચવાનો ટાર્ગેટ મેળવવા માટે તેમણે કંપનીના વધુ 60 લાખ શેર વેચવા પડશે.

મસ્કે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘હું મારી નોકરી છોડીને ફુલ ટાઈમ ઇન્ફ્લુએન્સર બનવાનું વિચારી રહ્યો છું. આ અંગે તેમણે લોકોનો અભિપ્રાય પણ માંગ્યો છે.

મસ્કના ટ્વીટ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે તેને યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું સૂચન કર્યું છે. મસ્કનું ટ્વિટ એવા સમયે આવ્યું છે જ્યારે ટેસ્લાના સીઈઓ સોશિયલ મીડિયા પર સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંથી એક છે.

 

દુનિયાના સૌથી મોટા અમીર એલન મસ્ક પોતાના ટ્વીટના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે તેમના નવા હેરકટથી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. આ હેરકટને કારણે તેની સરખામણી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે પણ થઈ રહી છે. મજાની વાત એ છે કે મસ્કનું કહેવું છે કે તેમણે પોતે જ પોતાના વાળ કાપ્યા હતા. આના પર સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે.

અગાઉ 6 નવેમ્બરે એલન મસ્કે ટ્વીટર પર તેમના ફોલોવર્સને પૂછ્યું હતું કે, શું તેમણે તેનો 10% હિસ્સો વેચવો જોઈએ? મોટાભાગના ફોલોવર્સે તેમના સમર્થનમાં મતદાન કર્યું હતું. ત્યારથી મસ્ક તેમની કંપનીના લગભગ 9.2 મિલિયન શેર વેચી ચૂક્યા છે, જેની કિંમત $9.9 બિલિયન છે. ગયા મંગળવારે, એલોન મસ્કે  ટેક્સની જવાબદારી ચૂકવવા માટે ટેસ્લાના 934,091 શેર વેચ્યા હતા.

આ પણ વાંચો : ઓમિક્રોનના વધુ બે કેસ / રાજ્યમાં વધુ બે ઓમિક્રોનના કેસ ક્યાં નોંધાયા?

એલોન મસ્ક પગારને બદલે ટેસ્લામાં સ્ટોક ઓપ્શન લે છે. તેમને બજાર કિંમતથી 90% ઓછી કિંમતે ટેસ્લાના શેર ખરીદવાનો અધિકાર મળે છે. 2012 માં ટેસ્લાએ એલોન મસ્કને સ્ટોક વિકલ્પો આપ્યા હતા. મસ્કને કંપનીના લગભગ 22.8 મિલિયન શેર પ્રતિ શેર માત્ર $6.24ના ભાવે ખરીદવાનો વિકલ્પ મળ્યો હતો. મસ્ક પાસે આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે 2022 સુધીનો સમય હતો.