Not Set/ દિપીકા-રણવીર નહીં પરંતુ ઐશ્વર્યા-સલમાન સાથે “પદ્માવત” શૂટ કરવા માંગતા હતા ભંસાલી…

મુંબઈ બ્લોકબસ્ટર ફિલ્મ ‘પદ્માવત‘ માટે એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન નિર્માતા સંજય લીલા ભંસાલીની પ્રથમ પસંદગી હતી, તો પછી એવું તો શું થયું છે કે ભંસાલીએ ઐશ્વર્યાના સ્થાને દિપીકાને કાસ્ટ કરી હતી? એક ઇન્ટરવ્યુંમાં દરમિયાન, ઐશ્વર્યાએ આ વિશે ખુલાસો કર્યો હતો. જ્યારે ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી ભંસાલી સાથે કામ કરવા માંગે છે? આ […]

Trending Entertainment
7y દિપીકા-રણવીર નહીં પરંતુ ઐશ્વર્યા-સલમાન સાથે "પદ્માવત" શૂટ કરવા માંગતા હતા ભંસાલી...

મુંબઈ

બ્લોકબસ્ટર ફિલ્મ પદ્માવત માટે એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન નિર્માતા સંજય લીલા ભંસાલીની પ્રથમ પસંદગી હતી, તો પછી એવું તો શું થયું છે કે ભંસાલીએ ઐશ્વર્યાના સ્થાને દિપીકાને કાસ્ટ કરી હતી? એક ઇન્ટરવ્યુંમાં દરમિયાન, ઐશ્વર્યાએ આ વિશે ખુલાસો કર્યો હતો. જ્યારે ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી ભંસાલી સાથે કામ કરવા માંગે છે? આ સવાલનો જવાબ ઐશ્વર્યા “હા”માં આપ્યો હતો.

ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, ‘અમે બાજીરાવ મસ્તાની” સાથે કામ કરવાના હતા, પરંતુ તેમને મારા માટે બાજીરાવ મળ્યો નહતો, ત્યારબાદ તેઓ ઈચ્છતા હતા કે હું પદ્માવત”માં કામ કરૂ, પરંતુ કાસ્ટિંગમાં તેમને મારા હિસાબથી ખિલજી ન મળ્યો, તો આવા કારણોસર આ ફિલ્મમો મે ન કરી. તેમની સાથે ફરીથી કામ કરવામાં મને ખુશ થશે.’

सलमान खान और ऐश्वर्या राय बच्चन

ઉલ્લેખનીય છે કે, નિર્દેશક ભંસાલીને ઐશ્વર્યાના લાયક ખિલજીની ભૂમિકા ભજવવા એક્ટર ન મળ્યો તેથી ભંસાલીએ ઐશ્વર્યાની જગ્યાએ દિપીકાને કામ આપ્યું.

આપને યાદ હોય તો ફિલ્મ પદ્માવત”માં દિપીકા પાદુકોણએ રાણી પદમાવતીની ભૂમિકા ભજવી હતી અને રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ઐશ્વર્યા રાય અને સંજય લીલા ભણસાલીએ ઘણી હિટ ફિલ્મો કરી છે. બંનેદેવદાસ”, “હમ દિલ દે ચૂકે સનમ” અને ગુઝારિશ” જેવી ફિલ્મોમાં સાથે  કામ કર્યું છે. માહિતી અનુસાર ભંસાલી  ઐશ્વર્યા અને સલમાન ખાન સાથે ‘પદ્માવત’ શૂટ કરવા માંગતા હતા.