Not Set/ લગ્ન પહેલા દીપિકા પાદુકોણને મળી ઓફર, આ સુપરસ્ટાર સાથે મળશે જોવા…

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ માટે આ મહિનો ખોશિયોની સોગાત લઈને આવ્યો છે તાજેતરમાં દીપિકાએ તેના બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે અને હવે દીપિકા સાથે જોડાયેલા એવા સમાચાર મળી રહ્યા છે જેને જાણી ને દીપિકાના ચાહકોને બે ગણી ખુશી મળશે. દીપિકા પાદુકોણ જલ્દી જ બોલિવૂડના મિસ્ટર પરફેક્નિશટ આમીર ખાન સાથે પહેલીવાર […]

Trending Entertainment
mao લગ્ન પહેલા દીપિકા પાદુકોણને મળી ઓફર, આ સુપરસ્ટાર સાથે મળશે જોવા...

મુંબઈ,

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ માટે આ મહિનો ખોશિયોની સોગાત લઈને આવ્યો છે તાજેતરમાં દીપિકાએ તેના બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે અને હવે દીપિકા સાથે જોડાયેલા એવા સમાચાર મળી રહ્યા છે જેને જાણી ને દીપિકાના ચાહકોને બે ગણી ખુશી મળશે. દીપિકા પાદુકોણ જલ્દી જ બોલિવૂડના મિસ્ટર પરફેક્નિશટ આમીર ખાન સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહી છે.

Image result for deepika padukone ranveer

એક વેબસાઈટ અનુસાર આમીર ખાનની ફિલ્મ ‘મોગુલ’માં મુખ્ય એક્ટ્રેસના તરીકે દીપિકા પાદુકોણની એન્ટ્રી થઇ શકે છે. તાજેતરમાં જ આમીર ખાન અને દીપિકા પાદુકોણને સાથે જોવામાં આવ્યા હતા. આ પછીથી આ ચર્ચા થઇ રહી છે કે દીપિકા ‘મોગુલ’માં જોવા મળશે.

Image result for deepika padukone mogul

સુત્રોના જણાવ્યા મુજબ હાલ તો આ ફિલ્મ માટે દીપિકાને સાઈન કરવામાં આવી નથી પરંતુ એવું ઉમ્મીદ છે કે તે આ ફિલ્મમાં હશે. જોકે આ ફિલ્મમાં આમીર અને દીપિકા એકબીજાની અપોજિટ હોવા મળશે નહીં.

Image result for deepika padukone aamir khan

આપને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મને અક્ષય કુમાર કરવાના હતા પરંતુ ફિલ્મ નિર્માતાઓ માંથી એક ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર સાથે તેમનો વિવાદ થઇ ગયો. જેના કારણે અક્ષય કુમારે આ ફિલ્મ છોડી દીધી. ત્યાર પછી આમીર ખાન આ ફિલ્મ સાથે જોડાયા પછી આ ફિલ્મ ‘મી ટુ’ કેમ્પેનનાકારણે ખુબ જ ચર્ચામાં રહી. આ ફિલ્મના ડાયરેક્ટર સુભાસ કપૂર પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ તમામ વિવાદો જોયા પછી આમીર ખાને આ ફિલ્મથી પોતાને અલગ કરી લીધા હતા. જોકે ત્યાર પછી ફિલ્મ નિર્માતાઓએ સુભાષ કપૂરને આ ફિલ્મથી દુર કર્યા હતા. ત્યારબાદ આમીર ખાન ફરીથી ફિલ્મ સાથે જોડાયા  ગયા છે.