Not Set/ કલમ 377ના નિર્ણય પર કરણ જોહરે શું કહ્યું,વાંચો

મુંબઇ કલમ 377 પર સુપ્રીમ કોર્ટએ ઐતિહાસિક ફેસલો સંભળાયો છે. કોર્ટે કહ્યું કે બે વયસ્કોના વચ્ચે સમલૈંગિક સંબંધ ગુનો નહીં કહેવાય. સુપ્રિમ કોર્ટના આ નિર્ણય પર બોલિવૂડથી પણ રિએક્શન પણ સામે આવવા લાગ્યા છે. જાણીતા ફિલ્મ કરણ જોહરે કલમ 377 પર કોર્ટના આ નિર્ણયનું ખુલીને સ્વાગત કર્યું છે અને આ નિર્ણયને માનવતાની મોટી જીત કહી છે. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર LGBT કમ્યુનિટીના ફ્લેગ્સના […]

Trending Entertainment
css e1536226581343 કલમ 377ના નિર્ણય પર કરણ જોહરે શું કહ્યું,વાંચો

મુંબઇ

કલમ 377 પર સુપ્રીમ કોર્ટએ ઐતિહાસિક ફેસલો સંભળાયો છે. કોર્ટે કહ્યું કે બે વયસ્કોના વચ્ચે સમલૈંગિક સંબંધ ગુનો નહીં કહેવાય. સુપ્રિમ કોર્ટના આ નિર્ણય પર બોલિવૂડથી પણ રિએક્શન પણ સામે આવવા લાગ્યા છે. જાણીતા ફિલ્મ કરણ જોહરે કલમ 377 પર કોર્ટના આ નિર્ણયનું ખુલીને સ્વાગત કર્યું છે અને આ નિર્ણયને માનવતાની મોટી જીત કહી છે.

કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર LGBT કમ્યુનિટીના ફ્લેગ્સના સાથે લખ્યું finally! 

કરણે Finally ! લખીને ફોટો પણ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે – ઐતિહાસિક નિર્ણય. આજે મને ગર્વનો અહેસાસ થઇ રહ્યો છે. સમલૈંગિકને ગુના મુક્ત કરવા અને કલમ 377ને પૂર્ણ કરવી એ માનવતા માટે મોટી જીત છે. દેશને તેનું ઓક્સીજન પાછુ મળી ગયું.

Instagram will load in the frontend.

બાયોગ્રાફીમાં કરણ જોહરે પોતાની હોમોસેકસ્યુઆલીટી પર શું ખુલાસો કર્યો..

આપને જણાવી દઈએ કે વ્યક્તિઓના સેકસ્યુઅલ સ્ટેટ્સ પર હંમેશાથી ચર્ચા કરવામાં આવતી રહી છે. જો કે કરણે ક્યારે આ વાત પર ખુલ્લીને વાત કરી નથી. પરંતુ કરણે તેની બાયોગ્રાફી ‘એન અનસૂટેબલ બોય’ માં પોતાની હોમોસેકસ્યુઆલીટી પર ખુલાસો કર્યો નથી.કરણ કહે છે કે હું સજાતીય છું કે નહીં તે કહી ના શકું.

પુસ્તકમાં કરણે લખ્યું છે કે બધા જ જાણે છે મારી સેકસ્યુઅલીટી શું છે. પરંતુ જો મારે આ વાત કરવી પડે તો હું આવુ કહી શકતો નથી. કેમકે હું એક એવા દેશમાં રહું છું જ્યાં મને એવું કહેવાથી કદાચ મને જેલ પણ થઇ શકે છે.

કરણે લખ્યું છે કે હું આ બધું એટલા માટે કહેવા નથી માંગતો કેમકે હું એફઆઇઆરમાં પડવા માંગતો નથી. મારા પાસે બહુ કામ છે, મારા થોડાક કમિટીમેંટ છે, મારી કંપનીમાં ઘણા લોકો કામ કરે છે. હું ઘણાં લોકો પ્રત્યે જવાબદાર છું, હું કોર્ટ રૂમમાં બેસવા માંગતો નથી.

કરણે વર્ષ 2016માં જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં તેમની પુસ્તક વિશે વાતચીત કરતા જણાવતું હતું કે મને પેન્સી (સમલૈંગિક પુરુષ) શબ્દથી નફરત છે. મેં નાનપણમાં આ વાત સાંભળી હતી. હું નાનપણમાં થોડોક ફેમનિન હતો અને આ જ કારણથી મને સ્કુલમાં સાંભળવું પડ્યું હતું. આ જ બોજ સાથે હું ઘરે આવ્યો હતો. આ વાતચીતથી કરણે કહ્યું હતું કે દેશમાં આવી વ્યવસ્થા હોવી જોઈએ. જેથી 377ના કારણે લોકોને વારવાર દબાવવું ના પડે. તેઓએ એ પણ કહ્યું કે આવી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને છુપાવીને આવા સંબંધમાં રહેવું પડે છે.

LGBT કમ્યુનિટીમાં ઉજવણી

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જ્યાં LGBT કમ્યુનિટીમાં ઉજવણીનો માહોલ છે. તો કટ્ટરપંથી હિંદુ અને મુસ્લિમ આ નિર્ણયનો હંમેશાથી વિરોધ કરતા આવ્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના હાલનો નિર્ણયના વિરૂધ્ધ નારાજગી વ્યક્ત કરી છે.

Related image