Not Set/ નવી રિલીઝ ડેટ સાથે લોન્ચ થયું ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું લોગો ટીઝર…

મુંબઈ આમીર ખાન અને અમિતાભ બચ્ચનની  ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’  ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થઇ છે.ઠગ્સ ઓફ હિન્દુસ્તાન 8 નવેમ્બરે રીલીઝ કરાશે. ફિલ્મ વિશે બહુ ઓછા લોકો જાણે છે કેમ કે આ ફિલ્મનું અત્યાર સુધી કોઈ પણ રીતે પ્રમોશન કરવામાં આવ્યું નહોતું. જો કે આખરે ફિલ્મનો લોગો સાથેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ સાથે સંકળાયેલા […]

Trending Entertainment Videos
rap નવી રિલીઝ ડેટ સાથે લોન્ચ થયું 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નું લોગો ટીઝર...

મુંબઈ

આમીર ખાન અને અમિતાભ બચ્ચનની  ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’  ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થઇ છે.ઠગ્સ ઓફ હિન્દુસ્તાન 8 નવેમ્બરે રીલીઝ કરાશે.

ફિલ્મ વિશે બહુ ઓછા લોકો જાણે છે કેમ કે આ ફિલ્મનું અત્યાર સુધી કોઈ પણ રીતે પ્રમોશન કરવામાં આવ્યું નહોતું. જો કે આખરે ફિલ્મનો લોગો સાથેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે હવે ફિલ્મની ધમાકેદામ રીતે પબ્લિસિટી શરુ કરવામાં આવશે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આમીર ખાન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ લીડ રોલમાં છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જેમાં અમિતાભ બચ્ચન અને આમીર ખાન સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ સિવાય ફિલ્મ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.

ફિલ્મના નિર્મતા આદિત્ય ચોપરાનું માનવું છે કે ફિલ્મ વિશે વધુ વાત કરવાથી તેનો ક્રેઝ ખતમ થઇ જાય છે. આદિત્ય ચોપરાએ ફિલ્મની સ્ટોરી, વિષય, લૂક વિશે હજુ સુધી કંઈ જ જણાવ્યું નથી.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું નિર્દેશન વિજય આચાર્ય દ્રારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.

Image result for thugs of hindustan