Not Set/ મિથુનના પુત્ર મહાક્ષય પર રેપની FIR કરવામાં આવી,ચાર દિવસ પછી થનારા લગ્ન મુશ્કેલીમાં

દિલ્હી  દિલ્હીની એક કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે  બોલિવુડ એક્ટર મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી ઉર્ફે મિમોહ અને મિથુનની પત્ની યોગીતા બાલી સામે એફઆઈઆર દાખલ કરો. દિલ્હી કોર્ટના આદેશ પછી પોલિસે મહાક્ષય સામે રેપ અને છેતરપીંડની એફઆઇઆર દાખલ કરી છે.ઉલ્લેકનીય છે કે મહાક્ષયના 7 જુલાઇએ લગ્ન થઇ રહ્યાં છે અને એ અગાઉ રેપની ફરિયાદ થવાને કારણે […]

Entertainment
aamahi મિથુનના પુત્ર મહાક્ષય પર રેપની FIR કરવામાં આવી,ચાર દિવસ પછી થનારા લગ્ન મુશ્કેલીમાં

દિલ્હી 

દિલ્હીની એક કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે  બોલિવુડ એક્ટર મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી ઉર્ફે મિમોહ અને મિથુનની પત્ની યોગીતા બાલી સામે એફઆઈઆર દાખલ કરો.

દિલ્હી કોર્ટના આદેશ પછી પોલિસે મહાક્ષય સામે રેપ અને છેતરપીંડની એફઆઇઆર દાખલ કરી છે.ઉલ્લેકનીય છે કે મહાક્ષયના 7 જુલાઇએ લગ્ન થઇ રહ્યાં છે અને એ અગાઉ રેપની ફરિયાદ થવાને કારણે તેની મુશ્કેલી વધી છે.

આરોપ મૂકનાર મહિલા ભોજપુરી ફિલ્મની એક્ટ્રેસ છે અને તેણે મહાક્ષય સાથે તેની માતા યોગીતા પર પણ આરોપો મુક્યાં છે.

મહિલા દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં, એવો દાવો કરવામાં આવ્યો છે કે તે એપ્રિલ 2015 માં મિમોહના સંપર્કમાં આવી હતી. તેણીએ જણાવ્યું હતું કે 2015 માં તેને નશાયુક્ત પદાર્થ આપીને તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

મહિલાએ વધુમાં કહ્યું છે કે તે મિમોહ સાથે રેપ થયા બાદ પણ રિલેશનશિપ રહી હતી. કારણ કે મિમોહએ તેના સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ જ્યારે સ્ત્રી ગર્ભવતી થઈ, ત્યારે મિમોહએ ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો.

મહિલાએ દાવો કર્યો હતો કે મિથુનની પત્ની યોગીતા બાલીએ તેમને બોલાવ્યા હતા અને તેમને ધમકી આપી હતી કે તે મહાક્ષય ઉર્ફ મિમોહને છોડી દે.

મહિલાનો આરોપ છે કે કુંડળી નહીં મળતી હોવાનું બહાનુ કાઢીને તેની સાથે લગ્ન નહોતા કરવામાં આવ્યાં