મુંબઈ
રેમો ડિસુઝાની નિર્દશક ફિલ્મ ‘રેસ -3’ વધુ એક નવું ‘પાર્ટી ચલે ઓન’ સોંગ રીલીઝ થયું છે. આ ફિલ્મનું ચોથું ગીત છે અને તે ટીપ્સ ઓફીશિય YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. ગીત ના વિડિયોમાં, સલમાન ખાન, બોબી દેઓલ, જૅકલીન ફર્નાન્ડીઝ, અનિલ કપૂર અને ડેઝી શાહ સાથે જોવા મળી રહ્યા છે. વિડીયોમાંના દરેકને પોઉટ સીન આપતા જોઈ શકાય છે.
આ ગીત મિકા સિંહ અને યુલિયા વાંતૂર દ્વારા ગાવામાં આવ્યું છે. તાજેતરમાં, જ્યારે ફિલ્મનું ટાઇટલ ટ્રેક લોન્ચ થયું ત્યારે, સલમાન ખાન યુલિયા વાંતૂર સાથે આ સોંગ પર થિરકતા જોયા મળ્યા હતા. વિકી-હાર્દિક દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.