Not Set/ શ્રદ્ધા કપૂરે બીમાર ફૅનને આપી સરપ્રાઈઝ, બુરખો પહેરી પહોંચી હોસ્પિટલ

મુંબઇ, સામાન્ય રીતે બોલીવુડ સ્ટાર્સને મળવા માટે ફૅન્સે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. લાખોની સંખ્યામાં ફૅન્સ હોવાને કારણે સેલિબ્રિટીઝ બધાને સમય નથી આપી શક્તા એ પણ સમજી શકાય તેવી વાત છે. જો કે ક્યારેક આ સ્ટાર્સ એવું ઉદાહરણ પણ પુરુ પાડતા હોય છે, કે લોકોને તેમના માટે માન થઈ જાય. તાજેતરમાં જ અભિનેત્રી […]

Trending Entertainment
uh 14 શ્રદ્ધા કપૂરે બીમાર ફૅનને આપી સરપ્રાઈઝ, બુરખો પહેરી પહોંચી હોસ્પિટલ
મુંબઇ,

સામાન્ય રીતે બોલીવુડ સ્ટાર્સને મળવા માટે ફૅન્સે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. લાખોની સંખ્યામાં ફૅન્સ હોવાને કારણે સેલિબ્રિટીઝ બધાને સમય નથી આપી શક્તા એ પણ સમજી શકાય તેવી વાત છે. જો કે ક્યારેક આ સ્ટાર્સ એવું ઉદાહરણ પણ પુરુ પાડતા હોય છે, કે લોકોને તેમના માટે માન થઈ જાય.

તાજેતરમાં જ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ કંઈક આવું જ કર્યું. શ્રદ્ધા કપૂરે પોતાના વ્યસ્ત ટાઈમટેબલમાંથી સમય કાઢીને ઍક 13 વર્ષની છોકરી સાથે મુલાકાત કરી. શ્રદ્ધા કપૂરે સામે ચાલીને હોસ્પિટલ પહોંચીને આ બાળકી સાથે મુલાકાત કરી. 13 વર્ષની આ યુવતી ટ્યુબરક્લોસિસના ત્રીજા સ્ટેજમાં છે.

હજી કેટલાક દિવસો પહેલા જ એક NGOએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ બાળકીની શ્રદ્ધા કપૂરને મળવાની ઈચ્છા દર્શાવી હતી. શ્રદ્ધા કપૂરે આ પોસ્ટ વાંચવાની સાથે જ NGOનો કોન્ટેક્ટ કરી આ ક્યુટ ફૅન સાથે મુલાકાત કરી.

સાથે જ શ્રદ્ધા કપૂરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ બાળકી સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું,”સુમાયા સાથે મુલાકાત કરીને ખુશ છું. મસ્ત નાનકડી પરી છે. હું તેના સાજા થવાની પ્રાર્થના કરું છું. @ketto હું તેને કેવી રીતે મદદ કરી શકું છે તે મને જણાવજો. અને આ પ્રકારનું સુંદર કામ કરવા માટે તમને સૌને શુભેચ્છાઓ.”

હોસ્પિટલમાં શ્રદ્ધા કપૂરની હાજરીથી અવ્યવસ્થા ન સર્જાય એટલા માટે શ્રદ્ધા બુરખો પહેરીને હોસ્પિટલ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે હાલ શ્રદ્ધા કપૂર સાયના નેહવાલની બાયોપિકનુ શૂટિંગ કરવાની સાથે સાથે કેટલીક બ્રાન્ડનું પણ શૂટિંગ કરી રહી છે. સાથે જ એક્શન ફિલ્મ સાહોનું શૂટિંગ પણ ચાલુ છે.