Not Set/ દર્શકોની બત્તી ગુલ, બોક્સ ઓફિસમાં મીટર ચાલુ

મુંબઇ  શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ 21 સપ્ટેમ્બર રોજ રિલીઝ થઇ ચુકી છે. રિલીઝ થતાની સાથે આ ફિલ્મએ કુલ 6.76 કરોડનું કલેક્શન કર્યું છે. 21 સપ્ટેમ્બર દેશમાં ઘણી જગ્યાએ રજા પણ હતી. એટલા માટે કલેક્શન ધાર્યા કરતા ઓછુ રહ્યું છે. શાહિદ અને શ્રદ્ધા જેવા સ્ટાર્સના સ્ટારડમને ધ્યાનમાં રાખીને આ કલેક્શનને સારૂ ગણવામાં […]

Trending Entertainment
t54 દર્શકોની બત્તી ગુલ, બોક્સ ઓફિસમાં મીટર ચાલુ

મુંબઇ 

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ 21 સપ્ટેમ્બર રોજ રિલીઝ થઇ ચુકી છે. રિલીઝ થતાની સાથે આ ફિલ્મએ કુલ 6.76 કરોડનું કલેક્શન કર્યું છે. 21 સપ્ટેમ્બર દેશમાં ઘણી જગ્યાએ રજા પણ હતી. એટલા માટે કલેક્શન ધાર્યા કરતા ઓછુ રહ્યું છે.

Related image

શાહિદ અને શ્રદ્ધા જેવા સ્ટાર્સના સ્ટારડમને ધ્યાનમાં રાખીને આ કલેક્શનને સારૂ ગણવામાં આવે છે. જો કે ફિલ્મના ખર્ચને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો આ કલેક્શન ઓછું છે. આ ફિલ્મે મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન બંનેમાં સરેરાશ વ્યવસાય કર્યો છે.

Image result for batti gul meter chalu shahid kapoor shraddha kapoor

ફિલ્મને હવે બીજા અને ત્રીજા દિવસે જબરદસ્ત કલેક્શન કરવું પડશે.બીજી તરફ દર્શકોની પ્રતિક્રિયાનો સવાલ છે તો તે મિશ્રિત છે. વધુ સારી પણ નથી અને ખરાબ પણ નથી. આ મોટાભાગના દર્શકોની રાય છે. ફિલ્મ સમિક્ષકોને પણ કંઈ ખાસ પસંદ આવી નથી.

Image result for batti gul meter chalu shahid kapoor shraddha kapoor

બીજી તરફ ‘સ્ત્રી’ હજુ પણ બોક્સ ઓફિસ પર છે. ચોથા અઠવાડિયાના પ્રથમ દિવસે ફિલ્મમાં રૂ. 1.51 કરોડનનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ અત્યાર સુધીમાં રૂ .114.18 કરોડનું કુલ કલેશન કરી  બોક્સ ઓફિસ પર સુપરહિટ થઇ ચુકી છે.

Image result for stree