રાજકોટ/ ગરમીમાં રોગચાળો વધ્યો, ઘરોમાં કરાઈ ફોગીગની કામગીરી

રાજકોટમાં ગરમીની ઋતુમાં વધ્યો રોગચાળો. આ સપ્તાહમાં જ તાવ,શરદી અને ઉધરસના 1398 કેસ નોંધાયા

Top Stories Gujarat Rajkot
Cricket Tutorials YouTube Thumbnail 10 ગરમીમાં રોગચાળો વધ્યો, ઘરોમાં કરાઈ ફોગીગની કામગીરી

રાજકોટમાં ગરમીની ઋતુમાં વધ્યો રોગચાળો. આ સપ્તાહમાં જ તાવ,શરદી અને ઉધરસના 1398 કેસ નોંધાયા. જેમાંથી શરદી-ઉધરસના 661 કેસ અને સામાન્ય તાવના 449 કેસ જયારે ઝાડા ઊલટીના 288 કેસ નોંધાયા. વધતા રોગચાળાને લઈને પ્રશાસને તકેદારીના ભાગરૂપે ફોગીંગની કામગીરી હાથ ધરી. અત્યારસુધી કુલ 341 ઘરમાં ફોગીગની કામ કરવામાં આવી.

રાજ્યમાં હજુ ચોમાસું દસ્તક દઈ રહ્યું છે. અનેક સ્થાનો પર હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો. વરસાદના આગમન સાથે જ ગરમીની વચ્ચે રોગચાળો જોવા મળ્યો. હજુ વરસાદ જામ્યો નથી ત્યાં બીમારીના કેસ વધવા લાગ્યા છે. રાજકોટમાં વરસાદના આરંભ સાથે જ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા જેવા શરદી ઉધરસ અને તાવના 1000થી વધુ કેસ નોંધાયા. સામાન્ય રીતો ચોમાસા દરમ્યાન ટાઈફોઈડ, મેલેરીયા, ચીકગુનિયાની બીમારીમાં વધારો થતો હોય છે. આ સિવાય ઝાડા-ઉલટી અને પાણીજન્ય રોગો પણ વધતા હોય છે. બદલાતા હવામાનને લઈને લોકોના સ્વાસ્થ્યમાં પણ ફેરફાર થયો છે. અત્યારે લોકો બહારની ગરમી અને ઘર અને ઓફિસમાં એસીના કારણે ઠંડક તેમજ ચોમાસના એંધાણના કારણે બફારાનું અનુભવ કરી રહ્યા છે. આમ ત્રણ પ્રકારના તાપમાનમાં રહેતા લોકોની તબિયત બગડવા લાગી છે. સાથે આજકાલ બહારના ખોરાક વધુ હાનિકારક બનતા લોકો તાવ જેવી સામાન્ય બીમારીનો ભોગ બની રહ્યા છે. શહેરમાં તાવ, શરદી અને ઉધરસના કેસો વધતા પાલિકા દ્વારા ઘરોમાં ફોગીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો

આ પણ વાંચો: સુરતમાં દેરાસર બહાર પશુનું માથું ફેંકાતા જૈનોમાં રોષ

આ પણ વાંચો: ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી

આ પણ વાંચો: ગુજરાત યુનિ.નો છબરડો, ગર્લ્સ કોલેજમાં બોય્સને આપ્યો પ્રવેશ