Cyber Crime/ ‘અભણ’ સાઇબર ક્રિમિનલની મોડસ ઓપરેન્ડીથી આઇપીએસ પણ અચંબિત

દેવભૂમિ દ્વારકાના ત્રીજું ધોરણ પાસ સાઇબર ક્રિમિનલની મોડસ ઓપરેન્ડીએ ભણેલાગણેલા આઇપીએસને અચંબિત કરી દીધા છે. 

Top Stories Gujarat
Mantavyanews 4 'અભણ’ સાઇબર ક્રિમિનલની મોડસ ઓપરેન્ડીથી આઇપીએસ પણ અચંબિત

રાજકોટઃ અભિષેક બચ્ચનને માંડ-માંડ દસમું પાસ કરનારા રાજકારણી તરીકે દર્શાવનારી ફિલ્મ દસવી પાસ આવી હતી, હવે જો રાજકારણી બનવા માટે ફક્ત દસવી પાસની કાબેલિયત જોઈને  તીસરી પાસ સાઇબર ક્રિમિનલ પાછળ પડે ખરા. દેવભૂમિ દ્વારકાના ત્રીજું ધોરણ પાસ સાઇબર ક્રિમિનલની મોડસ ઓપરેન્ડીએ ભણેલાગણેલા આઇપીએસને અચંબિત કરી દીધા છે.

ભણવામાં ઢ હોય તેવી વ્યક્તિની સાઇબર ક્રાઇમમાં જબરજસ્ત કુશળતા જોઈને દેવભૂમિ દ્વારકાની પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. ફક્ત ત્રણ ધોરણ સુધીનો જ અભ્યાસ કરનારા આરોપી શબ્બીરહુસૈન ભગડની સાઇબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડીએ આઇપીએસ ઓફિસરોને પણ અચંબામાં નાખી દીધા છે.

શબ્બીરહુસૈને સાઇબર ક્રાઇમ માટે આરોપીઓની છેતરપિંડી કરવા મની ટ્રાન્સફર એજન્સીઓના બેન્ક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. આ માટે તેણે મની ટ્રાન્સફર એજન્સીઓના કર્મચારીઓને સાધી લીધા હતા. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ વાય બલોચના જણાવ્યા મુજબ સલાયામાં સુખદેવસિંહ જાડેજાએ 48,000 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધતા અને આ કેસની તપાસ આદરતા આરોપી ભગડના સગડ મળ્યા હતા. ભગડ છેતરપિંડીના કેસમાં જામનગર જેલમાં બંધ હોવાનું બહાર આવ્યું છે.

આરોપી ભગડે છેલ્લા બે વર્ષમા ઓછામાં ઓછા 24 સાઇબર ક્રાઇમ છેતરપિંડીમા સામેલ હોવાની વાત સ્વીકારી હતી. બલોચે જણાવ્યું હતું કે અગાઉ 2017માં બળાત્કારના કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તે જામીન પર મુક્ત થયો હતો. તેમણે ઉમેર્યું હતું કે ભગડની એક મોડસ ઓપરેન્ડી હતી, કારણ કે મની ટ્રાન્સફર એજન્સીઓના કર્મચારીઓને આ કૌભાંડમાં સામેલ કર્યા હતા. તેના લીધે તે મની ટ્રાન્સફર ફર્મના બેન્ક ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવા માટે કરતો હતો.

ભગડની છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી સમજાવતા બલોચે જમાવ્યું હતું કે તે પહેલા તો તાત્કાલિક કોલ કરવાના બહાને પીડિતનો મોબાઇલ ફોન લેતો હતો. ફોનમાંથી તેના કોન્ટેક્ટ્સની કોપી કરતો હતો. તેના પછી તેને જાણતા કોન્ટેક્ટ્સને ફોન કરીને તેમને રૂપિયાની જરૂર છે તેમ કહી રૂપિયા મંગાવતો હતો. તે તેના માટે મની ટ્રાન્સફર એજન્સીના ક્યુઆર કોડનો ઉપયોગ કરતો હતો. એક વખત રૂપિયા ટ્રાન્સફર થતાં મની ટ્રાન્સફર એજન્સીના કર્મચારી કટ લઈ બાકીની રકમ ભગડને આપી દેતા હતા.

ભગડના કારનામા ફક્ત અહીં જ પૂરા થતાં નતી. તેણે આ ઉપરાંત દુકાન અને હોટેલ માલિકોને પણ છેતર્યા છે. આ માટે તે પીડિતનો સંપર્ક કરી તેને ખરીદ ઓર્ડર આપતો હતો અને કિંમત પર વાટાઘાટ કરતો હતો. એક વખત કિંમત નક્કી થઈ જાય પછી તે વોટ્સએપ પર ચેક અને બેન્ક ડિપોઝિટ સ્લીપની કોપી મોકલતો હતો. ચેક પરની રકમ નક્કી કરવામાં આવેલી રકમ કરતાં વધારે રહેતી હતી. તેના પછી ભગડ દુકાન માલિકને વધારાની રકમ પરત કરવા વિનંતી કરતો હતો.

બલોચે કહ્યું કે ભગાડે દુકાન અને હોટલના માલિકોને પણ છેતર્યા છે. આ માટે, તે પીડિતનો સંપર્ક કરતો હતો અને ખરીદ ઓર્ડર આપતો હતો અને કિંમત પર વાટાઘાટ કરતો હતો. એકવાર કિંમત નક્કી થઈ જાય પછી તે વોટ્સએપ પર ચેક અને બેંક ડિપોઝીટ સ્લિપની કોપી મોકલતો હતો. ચેક પરની રકમ નક્કી કરવામાં આવી હતી તેના કરતા વધારે રકમ લખતો હતો. પછી ભગડ દુકાન માલિકને વધારાની રકમ પરત કરવા વિનંતી કરતો હતો, તેથી દુકાનદાર આટલી રકમ તો તેને ચેકથી મળી જવાની છે તેમ માનીને ચેકમાં લખેલી વધારાની રકમ બાદ કરી તેને પરત કરી દેતો હતો. જ્યારે ચેક તો પાસ જ થતો ન હતો.  આ રીતે તે દુકાનદારો અને હોટેલ માલિકો સાથે છેતરપિંડી આચરતો હતો.


 

આ પણ વાંચોઃ પ્રશંસનીય કામ/ ફ્લાઈટમાં 6 મહિનાના બાળકનો શ્વાસ થઈ ગયો બંધ, IAS ઓફિસરે આ રીતે બચાવ્યો જીવ

આ પણ વાંચોઃ  Gandhi Jayanti/ ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પ્રથમવાર ક્યારે છપાઈ?

આ પણ વાંચોઃ Shocking !/ ભેંસ ગળી ગઈ અઢી તોલા સોનાનું મંગળસૂત્ર, ડોક્ટરે પેટ ચીરીને બહાર કાઢ્યું, આવ્યા 65 ટાંકા