ગુજરાતનું ગૌરવ/ ઓછું ભણેલી મહિલા પણ પોતાની કોઠાસૂઝથી આજે વિદેશમાં કચ્છની ઓળખ એવા હાથથી ભરેલા વસ્ત્રો વેચી રહી છે

દિવ્યાબેન આહીર કે જે કચ્છના છે અને કચ્છમાં કાપડ પર કરવામાં આવતું ભરતકામ ખૂબ જ પ્રખ્યાત છે. એટલા માટે જ આ ભરતકામ વાળા કપડાનું વેચાણ કરવાની દિવ્યાબેનને શરૂઆત કરી તેઓ ખૂબ ઓછું ભણેલા છે

Gujarat Others Trending
Untitled 19 2 ઓછું ભણેલી મહિલા પણ પોતાની કોઠાસૂઝથી આજે વિદેશમાં કચ્છની ઓળખ એવા હાથથી ભરેલા વસ્ત્રો વેચી રહી છે

@અમિત રૂપાપરા 

અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તો સફળતાની સીડીઓ ચડતા જ હોય છે. પરંતુ ઓછું ભણેલા લોકો પણ પોતાની કોઠાસૂઝથી ભણેલા લોકો કરતાં પણ ખૂબ વધારે સફળ હોય છે. ત્યારે આજે આવા જ એક મહિલાની વાત કરવી છે કે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું. આ મહિલાનું નામ છે દિવ્યાબેન આહીર અને તેઓ કચ્છના રહેવાસી છે.

Untitled 19 3 ઓછું ભણેલી મહિલા પણ પોતાની કોઠાસૂઝથી આજે વિદેશમાં કચ્છની ઓળખ એવા હાથથી ભરેલા વસ્ત્રો વેચી રહી છે

દિવ્યાબેન GRDમાં નોકરી કરે છે અને જ્યારે તેઓ ફ્રી હોય છે એટલે કે નોકરી પૂરી કરીને ઘરે આવે છે ત્યારે એક નવો ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો. બસ દિવ્યાબેનના આ વિચારે આજે તેમને ખૂબ જ સફળ બનાવ્યા. દિવ્યાબેન આહીર કે જે કચ્છના છે અને કચ્છમાં કાપડ પર કરવામાં આવતું ભરતકામ ખૂબ જ પ્રખ્યાત છે. એટલા માટે જ આ ભરતકામ વાળા કપડાનું વેચાણ કરવાની દિવ્યાબેનને શરૂઆત કરી તેઓ ખૂબ ઓછું ભણેલા છે પરંતુ તેમની કોઠાસુજે આજે આ ભરતકામ કરવામાં આવેલા કપડાને વિદેશ સુધી પહોંચાડ્યા છે અને વિદેશમાંથી આ ભરત કામ કરેલા કપડાની ખૂબ જ વધારે ડિમાન્ડ છે.

Untitled 19 4 ઓછું ભણેલી મહિલા પણ પોતાની કોઠાસૂઝથી આજે વિદેશમાં કચ્છની ઓળખ એવા હાથથી ભરેલા વસ્ત્રો વેચી રહી છે

દિવ્યાબેનએ 2010થી 11માં પોતાનો આ નાનો એવો બિઝનેસ શરૂ કર્યો. આજે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો તો ઠીક પરંતુ સાત સમુંદર પાર અમેરિકા, જર્મની, દુબઇ, કેન્યા સહિતના દેશોમાં પણ આ કપડાનું વેચાણ થાય છે. ગુજરાતના પરંપરાગત વસ્ત્રો એટલે કે ભરતકામ કરેલા કપડાની ડિમાન્ડ વિદેશમાં પણ ખૂબ જ વધારે છે અને એટલા માટે દિવ્યાબેન પણ વિદેશમાં પોતાના કપડાનું વેચાણ કરે છે.

Untitled 19 5 ઓછું ભણેલી મહિલા પણ પોતાની કોઠાસૂઝથી આજે વિદેશમાં કચ્છની ઓળખ એવા હાથથી ભરેલા વસ્ત્રો વેચી રહી છે

દિવ્યાબેન ભણેલા ઓછું છે પરંતુ ટેકનોલોજીના યુગમાં ટેકનિકલ જ્ઞાન તેમને ખૂબ જ સારું છે અને તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ કપડાના ફોટા મૂકીને પોતાની રીતે જ માર્કેટિંગ કરી આગળ આવ્યા છે અને આજે કચ્છમાં 80થી 90 જેટલી મહિલાઓને રોજગાર પણ આપી રહ્યા છે. જે પેટન્ટના કપડાનો ઓર્ડર આવે તે પ્રકારે આ મહિલાઓને રોજગારી મળે છે. કોઈ મહિલા કપડામાં કાચ ટાંકવાનું કામ કરે છે તો કોઈ મહિલા ભરતકામ કે પછી કોઈ મહિલા આ કપડામાં રહી વર્ક કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો આનંદોઃ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આજથી અમલી