Not Set/ આખરે તંત્રનું નક્કર તરફ પ્રયાણ, ફાયર એનાઓસી મેળવ્યા વિના દર્દીઓને દાખલ નહીં કરી શકાય

શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં છ દર્દીઓ જીવતા ભૂંજાઈ જવાથી મોતને ભેટયા હતા. આ ઘટના બાદ માત્ર રાજકોટ જ નહીં સમગ્ર રાજ્યમાં કાર્યરત મહાનગરપાલિકાનો ફાયરસેફ્ટી વિભાગ

Top Stories Gujarat
no

આખરે તંત્રનું નક્કર તરફ પ્રયાણ, ફાયર એનાઓસી મેળવ્યા વિના દર્દીઓને દાખલ નહીં કરી શકાય

શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં છ દર્દીઓ જીવતા ભૂંજાઈ જવાથી મોતને ભેટયા હતા. આ ઘટના બાદ માત્ર રાજકોટ જ નહીં સમગ્ર રાજ્યમાં કાર્યરત મહાનગરપાલિકાનો ફાયરસેફ્ટી વિભાગ દોડતો થઇ ગયો હતો. એટલું જ નહીં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ પહોંચ્યો હતો. તેમજ બંને કોર્ટ દ્વારા પણ સરકારનો આ મામલે ઉગ્ર લેવામાં આવ્યો હતો કે સરકારે આ મામલે શું પગલાં ભર્યા છે ? જેના પગલે સરકારે ફાયર સેફટી માટે તમામ તકેદારી રાખવાના તંત્રને આદેશ આપ્યા હતા. આ આદેશની સત્વરે અમલવારી માટે રાજકોટ ફાયરસેફ્ટી વિભાગની કામગીરી યોગ્ય થાય તે માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે.

PM MODI / ખેડૂત દિવસે પ્રધાનમંત્રી મોદીએ ચૌધરી ચરણસિંહને આ શબ્દોમાં પા…

જે અંતર્ગત રાજકોટમાં આજે ફાયર સેફ્ટીને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. શહેરમાં ફાયર સેફ્ટીને લઈને સજ્જ થયેલા વિભાગે જણાવ્યું હતું કે ફાયર એન.ઓ.સી. નહીં હોય તેવી હોસ્પિટલો નવા દર્દીઓને સારવાર માટે દાખલ નહીં કરી શકે. આ સિવાય આગામી 15 દિવસમાં જ એન.ઓ.સી.મેળવી લેવા તમામ હોસ્પિટલોને કોર્પોરેશનને જાહેર નોટિસ ફટકારી છે. તેમજ તેઓએ પણ સત્વરે કાયદાની રૂએ તમામ પ્રક્રિયા પતાવી લેવી પડશે અન્યથા તેઓની સામે પગલાં લેવામાં આવી શકે છે.

રાજકોટ / સગર્ભાઓ માટે સારા સમાચાર : મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવી રેફરલ…

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ભરતી અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ વધુ 25 જગ્યા માટે તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ફાયર બ્રિગેડમાં ક્લીનર કમ જુનિયર ફાયરમેનની પોસ્ટ માટે 25 જગ્યા ભરવામાં આવશે. આ 25 જગ્યાઓ પૈકી 7 જગ્યાઓ પર મહિલાઓની ભરતી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા જ સ્ટેશન ઓફિસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હવે જુનિયર ફાયરમેનની જગ્યા ભરવામાં આવશે.

Politics / મિશન બંગાળ – તૃણમુલનાં તણખલા વડે ભાજપનો માળો બાંધવાની …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…