Election/ ઉ.પ્રદેશની ચૂંટણીને લઈ ECની પ્રેસ કોન્ફરન્સ, COVID પ્રોટોકોલ સાથે તમામ પાર્ટીઓ ઈચ્છે છે ચૂંટણી

ચૂંટણી પંચે કહ્યું કે તમામ પક્ષો ઉત્તર પ્રદેશમાં કોવિડ પ્રોટોકોલ સાથે સમયસર ચૂંટણી ઈચ્છે છે. તેમણે સમયસર ચૂંટણીની માંગ કરી છે.

Top Stories India
ઉત્તર પ્રદેશ

ચૂંટણી પંચ ગુરુવારે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે તમામ પક્ષો ઉત્તર પ્રદેશ માં કોવિડ પ્રોટોકોલ સાથે સમયસર ચૂંટણી ઈચ્છે છે. તેમણે સમયસર ચૂંટણીની માંગ કરી છે. ઉત્તર પ્રદેશ માં 15 કરોડથી વધુ મતદારો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર યુપીમાં 52.8 લાખ નવા મતદારો ઉમેરાયા છે. આખરી યાદી 5 જાન્યુઆરીએ આવશે. આ પછી પણ યાદીમાં રહેલી ખામીઓનું નિરાકરણ કરવામાં આવશે. જો કે, કેટલાક રાજકીય પક્ષો વધુ રેલીઓના વિરોધમાં છે.

આ પણ વાંચો :શરદ પવારે વડાપ્રધાનની કરી પ્રશંસા, કહ્યું- “PM જે નક્કી કરે છે તને પૂર્ણ કરીને જ રહે છે…

લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે 18 થી 19 વર્ષની વયજૂથમાં નવા મતદારોની સંખ્યા છેલ્લી ચૂંટણી કરતાં ત્રણ ગણી વધારે છે. આ વખતે મહિલા મતદારોનું પ્રમાણ વધ્યું છે. પાંચ લાખ મહિલા મતદારો વધ્યા છે

2022ની યુપી વિધાનસભા ચૂંટણી અંગે ચંદ્રાએ કહ્યું કે રાજકીય પક્ષોએ કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ચૂંટણી કરાવવાની વિનંતી કરી છે. જોકે, તેમણે રેલીઓના આયોજન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે 5 જાન્યુઆરી, 2022ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. તે જ સમયે, ચૂંટણી કમિશનરે કહ્યું કે જો 80 વર્ષથી વધુ ઉંમરના લોકો આવવા માંગતા નથી, તો ચૂંટણી પંચ તેમને ઘરે બેસીને મતદાન કરવાની સુવિધા આપશે. આ માટે એક ટીમ મતદારોના ઘરે જશે અને તેમને વીડિયોગ્રાફીનો સમય  જણાવવામાં આવશે.

આ પણ વાંચો :વિશ્વભરમાં કોરોનાની સુનામી,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 લાખ કેસ નોંધાયા,અમેરિકા,યુકે,ફ્રાન્સની સ્થિતિ ભયાવહ

હકીકતમાં, કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખીને, ગયા અઠવાડિયે અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણી પંચને ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને મોકૂફ રાખવાની અપીલ કરી હતી. તેમજ રાજ્યમાં રેલીઓ તાત્કાલિક બંધ કરવી જોઈએ. તે જ સમયે, ચૂંટણી પંચે કહ્યું હતું કે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, આ દિશામાં નક્કર નિર્ણય લેવામાં આવશે. જોકે ત્યારપછીથી ચૂંટણી મોકુફ રાખવાની ચર્ચા શરૂ થઈ હતી. આજે ચૂંટણી પંચ આ અંગે મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો :અમેરિકામાં કોરોનાની સુનામી એક જ દિવસમાં કોરોનાના સંક્રમણના 4 લાખથી વધુ કેસ

આ પણ વાંચો : આણંદમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 4 શિક્ષકો કોરોના સંક્રમિત,15 દિવસ માટે શાળા બંધ કરાઇ

આ પણ વાંચો :મેક્સિકોમાં ગોળીબાર થતાં બે બાળકો સહિત 8 લોકોનાં મોત