Not Set/ વાંચો, ઇરછામૃત્યુ પર ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ આપ્યું કઈક આવું નિવેદન

પુણે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ ઇરછામૃત્યુ મામલે એક અગત્યની વાત કહી છે. શનિવારે ચીફ જસ્ટીસે કહ્યું છે કે કાનૂની રીતે કોઈ વ્યક્તિ આત્મહત્યા ન કરી શકે પરંતુ દરેકને સમ્મ્માન સાથે મારવા માટેનો અધિકાર છે. પુણેમાં બેલેન્સીંગ ઓફ કોન્સ્ટટ્યુશનલ અધિકારના વિષય પર યોજેલા એક કાર્યક્રમમાં આ વાત તેમણે કહી હતી. જસ્ટીસ મિશ્રાએ લીવીંગ વિલ […]

Top Stories India Trending
604882 599608 dipak mishra pti વાંચો, ઇરછામૃત્યુ પર ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ આપ્યું કઈક આવું નિવેદન

પુણે,

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા ઇરછામૃત્યુ મામલે એક અગત્યની વાત કહી છે. શનિવારે ચીફ જસ્ટીસે કહ્યું છે કે કાનૂની રીતે કોઈ વ્યક્તિ આત્મહત્યા ન કરી શકે પરંતુ દરેકને સમ્મ્માન સાથે મારવા માટેનો અધિકાર છે. પુણેમાં બેલેન્સીંગ ઓફ કોન્સ્ટટ્યુશનલ અધિકારના વિષય પર યોજેલા એક કાર્યક્રમમાં આ વાત તેમણે કહી હતી.

જસ્ટીસ મિશ્રાએ લીવીંગ વિલ વિશે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જે ફરીથી સ્વસ્થ ન થનારી કોઈ બીમારીથી પીડિત હોય અને તે ઇરછામૃત્યુ માંગતો હોય તો તે પોતાની ‘ લીવીંગ વિલ ‘ એટલે કે વસિયતનામું બનાવી શકે છે. દીપક મિશ્રાએ કહ્યું કે દરેક વ્યક્તિને અધિકાર છે કે તે નક્કી કરી શકે કે પોતે અંતિમ શ્વાસ ક્યારે લેશે અને આમ કરવા માટે તેના પર કોઈ પણ જાતનો દબાવ કરવામાં આવશે નહિ.

કોર્ટનું કહેવું છે કે સમ્માનથી મરવાનો હક સૌ કોઈને છે. કોર્ટના આ નિર્ણય વિશે ચીફ જસ્ટીસે પુણેમાં આ વાત કહી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જો આપણે સમાજમાં દરેક વ્યક્તિને સમાનતા, સ્વતંત્રતા અને સમ્માનનો અધિકાર આપવો હોય તો યુવા પેઢી માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્ય એ હંમેશા ન્યાય માટેની લડાઈમાં પોતાનું યોગદાન આપ્યું છે અને અમે સૌ માનીએ છીએ કે યોગ્ય ચિંતા કર્યા વગર સમાજનો વિકાસ શક્ય નથી. મહારષ્ટ્રની સરકાર સામાજિક રીતે પણ લોકોને આગળ વધવામાં મદદ કરી રહી છે. આ મદદ છેલ્લા વ્યક્તિ સુધી પહોચી શકે તે માટે અમારો પ્રયત્ન ચાલુ જ છે.

તમને જણાવી દઈએ કે પુણેમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત મુંબઈ અને સુપ્રીમ કોર્ટના બીજા ન્યાયાધીશ પણ હાજર રહ્યા હતા.