મોરબી/ વાંકાનેરમાં ઝડપાયું નકલી ટોલનાકું,આટલા વર્ષથી ચાલતો ઉઘરાણીનો ધંધો

મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ ઝડપાયું છે. સરકારની નાક નીચે વઘાસીયા ગામે છેલ્લાં દોઢ વર્ષથી ગેરકાયદેસર ટોલનાકું ચાલતું હતું.

Top Stories Gujarat Others
નકલી ટોલનાકું
  • મોરબીના બામણબોર કચ્છ હાઇવે પર નકલી ટોલનાકું
  • નકલી ટોલનાકું બનાવી લોકો પાસે પૈસા ઉઘરાવાયા
  • વાંકાનેરમાં નકલી ટોલ પ્લાઝા ઉભુ કરી દેવાયુ
  • દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતુ હતું છતાં તંત્ર મૌન

Morbi News : ગુજરાત રાજ્યમાં એક પછી એક નકલી ચીજ વસ્તુઓ સતત સામે આવી રહી છે. નકલી કચેરી,નકલી ઘી, નકલી મસાલા અને હવે નકલી ટોલનાકું…જી હા મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ ઝડપાયું છે. સરકારની નાક નીચે વઘાસીયા ગામે છેલ્લાં દોઢ વર્ષથી ગેરકાયદેસર ટોલનાકું ચાલતું હતું. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ગોરખધંધો ચાલતો હતો. આટલા સમયથી વાહન ચાલકો પાસેથી ઊઘરાણી કરવામાં આવતી હતી. આ મામલે નિવૃત્ત આર્મીમેન જ આ નકલી ટોલનાકું ચાલવતો હોવાનો આરોપ લાગ્યો છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલતું હોવાનાં આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે. પોલીસને ગેરકાયદેસર ટોલ તરફ જતા રસ્તા ઉપર તૈનાત કરાઈ છે, જેથી કોઈ મુસાફરો લૂંટાય નહિ. ગેરકાયદે ત્યાંથી નીકળતા ટ્રક, મેટાડોર સહિતના વાહનોને ટોલનાકા પર તરફ પાછા વાળવાની કામગીરી શરૂ કરાઈ છે.

બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી નકલી ટોલનાકુ ઉભું કરી છેલ્લા દોઢ વર્ષથી કરોડોની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેમાં ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. રવિ નામના નિવૃત્ત આર્મીમેન આ નકલી ટોલનાકુ ચલાવી કરોડોની કમાણી કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે.

આરોપ છે કે વઘાસિયા ગામના જ નિવૃત્ત આર્મીમેન અને કેટલાક માથા ભારે લોકો દ્વારા આ ટોલનાકું ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું તંત્ર રજૂઆત કરવા છતાં કેમ પગલા નથી ભરી રહ્યું, કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે ટોલનાકું ચાલી રહ્યું છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.


whatsapp ad White Font big size 2 4 વાંકાનેરમાં ઝડપાયું નકલી ટોલનાકું,આટલા વર્ષથી ચાલતો ઉઘરાણીનો ધંધો


આ પણ વાંચોઃ 

આ પણ વાંચો:સુરતમાં અનોખા લગ્ન, રક્તદાન કેમ્પ અને રાષ્ટ્રગીત ગાઈને વરઘોડિયા લગ્નના બંધને બંધાયા

આ પણ વાંચો:પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો:સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના, બાળકો સહિત ત્રણને ગંભીર ઈજા

આ પણ વાંચો:ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો