World Photography Day/ સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

19 ઓગસ્ટના દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ખૂબ જ ઉચ્ચ સ્થાને પહોંચી ગઈ છે.

Gujarat Surat
Untitled 169 1 સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

@અમિત રૂપાપરા 

19 ઓગસ્ટના દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ખૂબ જ ઉચ્ચ સ્થાને પહોંચી ગઈ છે. કારણ કે અગાઉ એક ફોટો ક્લિક કરવામાં ઘણો સમય જતો હતો પરંતુ હવે સેકન્ડના ચોથા ભાગમાં એક સાથે 10થી 15 ફોટો પણ ક્લિક થઈ શકે છે.

Untitled 169 2 સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

એક વિડીયો અને ફોટોના માધ્યમથી લોકો પોતાના ક્ષણિક મુવમેન્ટને વર્ષો સુધી યાદ રાખી શકે છે. ત્યારે ફોટોગ્રાફીના વિકાસના પણ વિવિધ પડાવો લોકોને યાદ આવી રહ્યા છે કારણ કે, અગાઉ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો અને વિડીયો લોકો પોતાની યાદ તરીકે સાચવીને રાખતા હતા. ત્યારબાદ ધીમે ધીમે ફોટો અને વિડીયો માટે ટેકનોલોજી આગળ વધી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા કે, વિડીયોથી આજે હાઈ ડેફિનેશન ફોટો વિડિયોની સફરમાં કેમેરામાં પણ ઘણી ટેકનોલોજી વિકસી છે.

Untitled 169 3 સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

સુરતના પાલ વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા પ્રાચીન કેમેરાનું એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. અરિહંત સ્ટુડિયોમાં પ્રાચીન યુગના કેમેરાથી લઈને હાલ વર્તમાન સમયમાં જે કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે તેનું એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. સુરત વાસીઓ પણ આ પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે અને પ્રાચીન સમયમાં જે કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો હતો.

Untitled 169 4 સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

આ કેમેરા જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. કારણ કે, હાલ દરેક વ્યક્તિના આંગળીના ટેરવે ફોટોગ્રાફી થઈ જાય છે પરંતુ અગાઉ આ પ્રકારે ફોટોગ્રાફી થતી ન હતી. અગાઉ એક ફોટો ક્લિક કરવા માટે ઘણી મહેનત કરવી પડતી હતી અને હાલ વ્યક્તિના મોબાઇલમાં પણ એવી ટેકનોલોજી છે કે, તે હાઇ ડેફીનેશન ફોટો કે વિડિયો આંગળીના ટેરવે લઈ શકે છે.

Untitled 169 5 સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

પાલમાં જે કેમેરાનું પ્રદર્શન લોકો માટે ખુલ્લું મુકાયું છે તેમાં 1839ના સમયથી જે કેમેરા ઉપયોગમાં આવતા હતા, તે કેમેરા પણ જોવા મળી રહ્યા છે અને આજે 2023ના વર્તમાન યુગમાં જે કેમેરા લોકો ઉપયોગ કરે છે તે કેમેરા પણ લોકોને જોવા મળે છે. એટલે કહી શકાય કે 1839ના સમયથી લઈ 2023 સુધીના કેમેરાનું કલેક્શન અરિહંત સ્ટુડિયો દ્વારા આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

Untitled 169 6 સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

1839માં જે કેમેરાનો ઉપયોગ થતો હતો તે કેમેરો પણ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. આ કેમેરામાં ફોટો પાડવો એટલો બધો અઘરો હતો કે એક ફોટો પાડવા માટે પાંચથી સાત જેટલા લોકોને કામ કરવું પડતું હતું અને પહેલા પ્લેટમાં ફોટો પડ્યા બાદ તેને ડેવલોપ કરવા માટે ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હતો પરંતુ હાલ વર્તમાન સમયમાં ટેકનોલોજી એટલી આગળ વધી છે કે વ્યક્તિ કોઈ પણ ફોટો એક ક્લિકે પોતાના ફોનમાં કેપ્ચર કરી શકે છે અને ગણતરીની સેકન્ડોમાં જ હજારો લાખો કિલોમીટર દૂર બેસેલા વ્યક્તિને આ ફોટો મોકલી પણ શકે છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો