Photos/ સંપૂર્ણપણે લુપ્ત મેક્સીકન ‘ટકિલા ફીસ’ સાયન્સની મદદથી ફરી જીવિત કરવામાં આવી

મેક્સીકન ટેકવીલા  સ્પ્લિટફિન માછલીને બચાવવા માટે, ઓમર અને તેના અન્ય પાંચ સાથીઓએ પરોપજીવીનો અભ્યાસ કર્યો. પાણીમાં જોવા મળતા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

Trending Photo Gallery
મેક્સીકન સંપૂર્ણપણે લુપ્ત મેક્સીકન 'ટકિલા ફીસ' સાયન્સની મદદથી ફરી જીવિત extinct-mexican-tequilla-fish-reintroduced

એક સમયે, જ્યારે એક નાની માછલી મેક્સિકોની નદીઓમાં તરતી હતી. પરંતુ આ માછલી 1990ના દાયકામાં લુપ્ત થઈ ગઈ હતી. તેની પ્રજાતિઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ. પછી વિજ્ઞાનીઓએ તેમની કુશળતાથી એક ચમત્કાર કર્યો. આ સુંદર માછલીને પાછી ‘જીવંત’ બનાવી દીધી. અહીં ટકી રહેવાનો અર્થ એ છે કે પાછા સમાન જાતિઓની સંખ્યા વધારવી. ચાલો જાણીએ  આ માછલીની વાર્તા અને તેના પુનઃ જીવિત કેવી રીતે થઈ

Extinct Mexican Tequilla fish

પશ્ચિમ મેક્સિકોની નદીઓમાં તરતી આ નાની માછલીનું નામ છે ટેકવીલા સ્પ્લિટફિન અથવા ઝૂગોનેટિકસ ટેકવીલા. વૈજ્ઞાનિકોએ આ માછલીના પ્રજનન માટે માત્ર સંશોધન જ નથી કર્યું પરંતુ તેમણે સ્થાનિક લોકોને પણ તેને બચાવવા માટે જાગૃત કર્યા. જેથી આ માછલીની પ્રજાતિને લુપ્ત થતી બચાવી શકાય. સમુદાયના લોકોએ આ કાર્ય માટે વૈજ્ઞાનિકોને મદદ કરી.

Extinct Mexican Tequilla fish

લુપ્ત થતી આ માછલીને બચાવવાનું અભિયાન બે દાયકાથી ચાલી રહ્યું છે. વાર્તાની શરૂઆત મેક્સિકોના ટેકિલા જ્વાળામુખીની નજીક સ્થિત તુચિટલાન શહેરમાં થાય છે. અહીં અડધો ડઝન વિદ્યાર્થીઓ આ પામ સાઈઝની માછલી લુપ્ત થવાની ચિંતામાં હતા. તે સ્થાનિક જળાશયો અને નદીઓમાંથી ગાયબ થઈ રહી હતી. કારણ પ્રદૂષણ, માનવ પ્રવૃત્તિઓ અને બિન-સ્થાનિક માછલીની પ્રજાતિઓનો પરિચય હતો.

Extinct Mexican Tequilla fish

આ વિદ્યાર્થીઓમાંથી એક ઓમર ડોમિંગ્યુઝ છે, જે હવે 47 વર્ષનો છે. તે યુનિવર્સિટી ઓફ મિકોઆકાનના વૈજ્ઞાનિક અને સંશોધક પણ છે. ઓમર કહે છે કે તેના વડીલો આ માછલીને ગેલિટો અથવા લિટલ રુસ્ટર કહેતા હતા. કારણ કે તેની પૂંછડી કેસરી રંગની હતી. પરંતુ ધીમે ધીમે તે લુપ્ત થઇ રહી હતી.

Extinct Mexican Tequilla fish

1998માં જ્યારે ઈંગ્લેન્ડના ચેસ્ટર ઝૂ અને અન્ય યુરોપીયન વૈજ્ઞાનિક સંસ્થાઓના પર્યાવરણવાદીઓ મેક્સિકો આવ્યા ત્યારે તેઓએ ઓમર અને અન્ય વિદ્યાર્થીઓની વાત સાંભળી. તેમણે નક્કી કર્યું કે તે આ માછલીઓને બચાવશે. નદીઓ, તળાવો અને જળાશયોમાં, થી આ  માછલી લગભગ લુપ્ત થઈ ગઈ હતી. ચિંતા એ હતી કે પ્રજાતિઓને બચાવવા માટે સંવર્ધન જરૂરી હતું. સંવર્ધન માટે માછલીને મળવી જરૂરી હતી.

પછી એવા લોકોની શોધ થઈ જેઓ આ માછલીઓને મેક્સિકોમાં જ પોતાના એક્વેરિયમમાં રાખતા હતા. તેમને આ માછલીની મરતી પ્રજાતિઓ વિશે જણાવવામાં આવ્યું હતું. લોકોએ વૈજ્ઞાનિકોને મદદ કરી અને માછલીઓ આપી. આ માછલીઓને મોટા એક્વેરિયમમાં મૂકવામાં આવી હતી જેથી તેઓ એકબીજામાં પ્રજનન કરી શકે. થોડા વર્ષોમાં, એટલી બધી માછલીઓ ઉત્પન્ન થઈ કે ઓમર ડોમિંગુઝે કેટલીક માછલીઓને તુચિટલાન નદીમાં છોડી દીધી.

Extinct Mexican Tequilla fish
ઓમરે કહ્યું કે લોકોએ કહ્યું કે જો નદીમાં છોડવામાં આવે તો માછલીઓ ફરી ખતમ થઈ જશે. મારવામાં આવશે તેથી અમે પહેલા તળાવ બનાવ્યું. અમે 2012 સુધી તેમાં મેક્સીકન ટેકવીલા માછલી  સ્પ્લિટફિનની 40 જોડી રાખી હતી. બે વર્ષ પછી ત્યાં 10 હજાર માછલીઓ હતી. આ કામ માટે ચેસ્ટર ઝૂ અને યુરોપ, અમેરિકા, યુનાઈટેડ આરબ અમીરાતમાંથી ફંડિંગ પણ આવ્યું છે.જેથી માછલીઓને બચાવવાનું કામ અટકી ન જાય.

Extinct Mexican Tequilla fish
મેક્સીકન ટેકવીલા  સ્પ્લિટફિન માછલીને બચાવવા માટે, ઓમર અને તેના અન્ય પાંચ સાથીઓએ પરોપજીવીનો અભ્યાસ કર્યો. પાણીમાં જોવા મળતા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અન્ય માછલીઓ સાથેની હરીફાઈ સમજીને આ માછલીઓને નદીઓમાં બચાવવા માટે સ્વિમિંગ પાંજરા ગોઠવ્યા. આ માછલીઓને નદીમાં પાછી લાવીને નાજુક ઇકોસિસ્ટમને સંતુલિત કરવાનો હેતુ હતો.

Extinct Mexican Tequilla fish
ઓમરે જણાવ્યું કે ટેકીલા સ્પ્લિટફિનને બચાવવા માટે અમે લોકો વચ્ચે પપેટ શો કર્યો, રમતો રમાડી , તેમને આ માછલીનું મહત્વ સમજાવ્યું. અમે જણાવ્યું કે કેવી રીતે આ માછલી ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોને મારી નાખે છે. કેટલાક સ્થાનિક લોકોએ આ માછલીઓને બચાવનાર ટીમનું નામ ઝૂગી રાખ્યું છે.