ઈજાગ્રસ્ત/ ફીલ્ડિંગ દરમ્યાન સાથી ખેલાડી સાથે ફાફ ડુપ્લેસિસની થઇ ટક્કર, ઈજાનાં કારણે હોસ્પિટલમાં દાખલ

આઈપીએલમાં અલગ-અલગ ટીમો તરફથી રમતા બે ખેલાડીઓને ઈજાઓ પહોંચી હતી.

Sports
1 384 ફીલ્ડિંગ દરમ્યાન સાથી ખેલાડી સાથે ફાફ ડુપ્લેસિસની થઇ ટક્કર, ઈજાનાં કારણે હોસ્પિટલમાં દાખલ

આઈપીએલમાં અલગ-અલગ ટીમો તરફથી રમતા બે ખેલાડીઓને ઈજાઓ પહોંચી હતી. જેમા એક દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસિસ, જે એમએસ ધોનીની કપ્તાની હેઠળ રમ્યો હતો અને બીજો વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર આંદ્રે રસેલ છે, જે કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમે છે. શક્ય છે કે બંને ખેલાડીઓ આગામી કેટલીક મેચોમાં નહી રમી શકશે. દરમ્યાન, બંને ખેલાડીઓની ઝડપથી રિકવરી માટે લોકો ટ્વિટર પર પ્રાર્થના કરી રહ્યા છે.

યુરો કપ ફૂટબોલ / ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ દરમ્યાન ડેનિશ ફૂટબોલરને આવ્યો હાર્ટ એટેક

પાકિસ્તાન સુપર લીગ એટલે કે પીએસએલ 2021 ની શરૂઆત તાજેતરમાં થઈ છે. કોરોના વાયરસને કારણે, યુએઈમાં જ પીએસએલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પેશાવર ઝાલ્મી અને ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચે શનિવારે મેચ ચાલી રહી હતી. મેચ અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી ફાફ ડુ પ્લેસીસ રમી રહ્યો હતો. ત્યારબાદ પેશાવર ઝાલ્મી તરફથી રમતી વખતે ડેવિડ મિલરે શોટ માર્યો હતો. ફાફ ડુ પ્લેસીસ બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. બોલ ફાફ ડુ પ્લેસિસ અને બીજા ફીલ્ડર મોહમ્મદ હસનૈનની વચ્ચે બાઉન્ડ્રીની બહાર જઇ રહ્યો હતો, પરંતુ બોલને રોકવાના પ્રયાસમાં બંને ખેલાડીઓ વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. જેના કારણે, ફાફ ડુપ્લેસિસ ખરાબ રીતે ઘાયલ થયો હતો, ઈજાગ્રસ્ત ફાફ ડુપ્લેસિસને તુરંત મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો અને બાદમાં તેનું સિટી સ્કેન પણ કરાયું હતું.

https://twitter.com/real_farooque07/status/1403798697922596866?s=20

જીતની હેટ્રિક / યુક્રેનની ખેલાડીને હરાવી વિનસ ફોગાટે પોલેન્ડ ઓપનમાં 53 કિલોગ્રામ શ્રેણીમાં જીત્યો ગોલ્ડમેડલ

બીજી તરફ, આના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે વેસ્ટ ઇન્ડીઝનો અનુભવી ઓલરાઉન્ડર આંદ્રે રસેલને પીએસએલ મેચ દરમ્યાન માથામાં વાગ્યુ હતુ, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પીએસએલનાં છઠ્ઠા ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમતા રસેલ જ્યારે ઈસ્લામાબાદ યુનાઇટેડ સામેની મેચમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને માથામાં વાગ્યું હતું. આ પછી તેને મેદાનમાંથી બહાર લઇ જવામાં આવ્યો હતો. નિયમ મુજબ, આન્દ્રે રસેલની જગ્યાએ નસીમ શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. માથામાં વાગ્યાં બાદ રસેલને સ્ટ્રેચર પર મેદાનમાંથી બહાર લઇ જવામાં આવ્યો હતો. તેને બોલ બીજી ઇનિંગની પહેલી ઓવરમાં વાગ્યો હતો.

kalmukho str 8 ફીલ્ડિંગ દરમ્યાન સાથી ખેલાડી સાથે ફાફ ડુપ્લેસિસની થઇ ટક્કર, ઈજાનાં કારણે હોસ્પિટલમાં દાખલ