Not Set/ નવા નિયમો ન માનવું ટ્વિટરને પડ્યું ભારે, કન્ટેન્ટને લઇને ફરિયાદ થઇ તો થશે ફોજદારી કાર્યવાહી

દેશમાં સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરનો સમય ખરાબ આવી ગયો છે. દેશમાં સરકાર ટ્વિટરને નવા નિયમોનું પાલન કરવા માટે વારંવાર ચેતવણી આપી રહી હતી.

Top Stories Tech & Auto
2 26 નવા નિયમો ન માનવું ટ્વિટરને પડ્યું ભારે, કન્ટેન્ટને લઇને ફરિયાદ થઇ તો થશે ફોજદારી કાર્યવાહી

દેશમાં સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરનો સમય ખરાબ આવી ગયો છે. દેશમાં સરકાર ટ્વિટરને નવા નિયમોનું પાલન કરવા માટે વારંવાર ચેતવણી આપી રહી હતી. પરંતુ ટ્વિટર દરેક સમયે તેને ટાળી રહ્યું હતું. આવી સ્થિતિમાં હવે સરકારે માઇક્રો બ્લોગિંગ સાઇટ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સરકારે ટ્વિટરની ‘ઇન્ટરમીડિયરી’ સ્થિતિને નાબૂદ કરી દીધી છે. નોંધપાત્ર વાત એ છે કે, 5 જૂને સરકારે આ કંપનીને છેલ્લી ચેતવણી આપી હતી. પરંતુ આ પછી પણ, ટ્વિટર દ્વારા નવા નિયમોનું પાલન કરવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ થયું નહીં, તેથી હવે સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે કન્ટેન્ટને લઇને કોઈ ફરિયાદ મળે તો ટ્વિટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.

2 27 નવા નિયમો ન માનવું ટ્વિટરને પડ્યું ભારે, કન્ટેન્ટને લઇને ફરિયાદ થઇ તો થશે ફોજદારી કાર્યવાહી

રાજકારણ / પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ટેન્શન જ ટેન્શન, સિદ્ધુ-કેપ્ટન અમરિંદર સિંહ આમને-સામને

સરકારે કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે ટ્વિટરની સાથે સિગ્નલ એપ પર પણ આવી જ કાર્યવાહી કરી છે. સરકાર ઇન્ટરમીડિયરી દરજ્જો નાબૂદ કર્યા પછી બંને પ્લેટફોર્મ સામાન્ય મીડિયાની શ્રેણી હેઠળ આવશે. આ કાર્યવાહી બાદ કંપનીમાં વિદેશી રોકાણોની મર્યાદા વગેરેનું પ્રતિબંધ પણ શરૂ થઈ જશે. આપને જણાવી દઇએ કે, ફેબ્રુઆરી મહિનામાં, ભારત સરકારે ઈન્ટરનેટ મીડિયા માટે નવા નિયમો બહાર પાડ્યા હતા. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે નવા નિયમોનું પાલન કરવા કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો, જે ગયા મહિને 25 મે નાં રોજ પૂરો થયો હતો.

2 28 નવા નિયમો ન માનવું ટ્વિટરને પડ્યું ભારે, કન્ટેન્ટને લઇને ફરિયાદ થઇ તો થશે ફોજદારી કાર્યવાહી

નહી સુધરે / ભારતનાં નામે પાકિસ્તાનની NGO એ એકત્રિત કર્યુ કરોડો રૂપિયાનું દાન

જાણો શું છે નવો નિયમ

ટ્વિટર અને સિગ્નલ સિવાય દેશમાં વોટ્સએપ, ફેસબુક, ગૂગલ અને કુ એપ સહિતની અનેક કંપનીઓએ નવા નિયમનું પાલન કરવાનું શરૂ કરી દીધુ છે. સરકારનાં નિયમો અનુસાર કંપનીઓની ફરિયાદ, વાંધાજનક પોસ્ટ્સનાં નિવારણ માટે ભારતની અંદર ફરિયાદ અધિકારીની નિમણૂક, જેના કારણે કાયદો અને વ્યવસ્થા, મહિલાઓનું ગૌરવ, દેશની અખંડિતતા વગેરે ઉપર વિપરીત અસર પડતી હોય, તો આ સ્થિતિમાં સરકારને તે શખ્સનું નામ બતાવવાની જોગવાઇઓ કરવામા આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે કંપનીઓ આ નિયમોનું પાલન કરશે નહીં તે ઇન્ટરમીડિયરી સુવિધા ગુમાવશે. હવે ટ્વિટરની જીદનાં કારણે પણ આવું જ થયું છે.

2 29 નવા નિયમો ન માનવું ટ્વિટરને પડ્યું ભારે, કન્ટેન્ટને લઇને ફરિયાદ થઇ તો થશે ફોજદારી કાર્યવાહી

Unlock 3.0 / MPમાં આજથી મોટી રાહત, જીમ અને મોલ રહેશે ખુલ્લા, શું રહેશે બંધ

આ ક્રિયા પછી ટ્વિટર પર શું અસર થશે?

આ કાર્યવાહી પછી હવે જો કોઈ વ્યક્તિ ટ્વિટર પર ચાલતા કોઈ પણ કન્ટેન્ટ, વીડિયો અથવા અન્ય કોઇપણ બાબતે વાંધા ઉઠાવતા કેસ દાખલ કરે છે, તો આ સ્થિતિમાં ટ્વિટર પણ તેમાં એક પક્ષ બની જશે અને તેની સામે ભારતીય દંડ સંહિતા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, આ હેઠળ ટ્વિટરને પણ અવરોધિત કરી શકાય છે. નિષ્ણાંતોનાં મતે, મધ્યસ્થી સુવિધાનાં અંત સાથે, ટ્વિટરને ઈન્ટરનેટ મીડિયા પોર્ટલનાં નિયમોનું પાલન કરવું પડશે, જે હેઠળ તેને ઘણા ફેરફારો કરવા પડશે. ચોક્કસ પણે ટ્વિટરને સંચાલન કરવામાં મુશ્કેલીઓ આવશે.

majboor str 17 નવા નિયમો ન માનવું ટ્વિટરને પડ્યું ભારે, કન્ટેન્ટને લઇને ફરિયાદ થઇ તો થશે ફોજદારી કાર્યવાહી