Surendranagar/ જીરુનું નકલી બિયારણ પધરાવી ખેડૂતો સાથે કરાઈ છેતરપિંડી

નકલી બીયારણના કારણે ખેડુતોને અંદાજે 150 વિઘા જમીનમાં બિયારણ નિષ્ફળ ગયું હોવાની રાવ ઉઠી છે ત્યારે આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Gujarat Others
a 358 જીરુનું નકલી બિયારણ પધરાવી ખેડૂતો સાથે કરાઈ છેતરપિંડી

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર  

વઢવાણાના દેદાદરા ગામ અને આસપાસના ગામોમાં ખેડૂતોને જીરુનું નકલી બિયારણ પધરાવી છેતરપીંડી કરાતી હોવાના આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મિડીયામાં ફરતો થયો છે. નકલી બીયારણના કારણે ખેડુતોને અંદાજે 150 વિઘા જમીનમાં બિયારણ નિષ્ફળ ગયું હોવાની રાવ ઉઠી છે ત્યારે આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 70 હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં જીરૂનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે દેદાદરા આસપાસનાગામોના અમુક ખેડૂતોને જીરૂનું એક્સપાઇર ડેટ વાળુ બિયારણ વેચાણ કરાયાનો વિડીયો સોશિયલ મિડીયામાં ફરતો થયો છે. આ વિડીયોમાં દુકાનદારો દ્વારા બિયારણની થેલી પર એક્સપાઇર ડેટ પર બીજી તારીખાના સ્ટીકર મારી ધરતીપુત્રો સાથે છેતરપીંડી કરાતી હોવાની ફરીયાદ છે.

જેને લઇને અંદાજે 150 વિઘા થી વધુ જમીનમાં જીરૂનો પાક નિષ્ફળ ગયો હોવાનો આક્ષેપ સાથે તંત્ર દ્વારા આ મામલે તપાસ કરી કસુરવાર બિયારણ કંપની અને તેના વેચાણકર્તા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડુતોની માંગ છે. એક તરફ અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ખેડુતોને હાલ શિયાળુ પાક પર મોટી આશા છે ત્યારે નકલી બિયારણથી પાક નિષ્ફળ જાય તો કાળી મજૂરી કરતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાય છે.

આ પણ વાંચો : હનીમૂન પર ગયેલી પત્નીને જાણ થઇ કે પતિ છે નામર્દ, પછી..

આ પણ વાંચો : થરાદ કેનાલમાંથી હાથ બાંધેલી હાલત મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

આ પણ વાંચો : હાઈવે પર ઓવરસ્પીડ પર બાઇક ચલાવવું યુવકને પડ્યું ભારે, થયું કરુણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…