સુરેન્દ્રનગર/ નર્મદા નાં નીર માટે મુળી નાં ખંપાળીયા ગામે ખેડૂતો ઉમટી પડ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં થી નર્મદા નાં નીર દ્વારકા ભાવનગર અને કચ્છ સુધી પહોંચી ગયાં છે ત્યારે કુવા કાંઠે ખેડૂતો તરસ્યા બેસી રહ્યા જેવો ઘાટ ઝાલાવાડ નાં ખેડૂતો સાથે સર્જાયો છે ત્યારે મુળી વઢવાણ ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો ગામેગામ સભા યોજી સંગઠન શક્તિ વધે તે માટે આયોજન શરૂ કરવામાં આવેલ છે

Gujarat
6 13 નર્મદા નાં નીર માટે મુળી નાં ખંપાળીયા ગામે ખેડૂતો ઉમટી પડ્યા

ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા સહિત સરપંચોની ઉપસ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં થી નર્મદા નાં નીર દ્વારકા ભાવનગર અને કચ્છ સુધી પહોંચી ગયાં છે ત્યારે કુવા કાંઠે ખેડૂતો તરસ્યા બેસી રહ્યા જેવો ઘાટ ઝાલાવાડ નાં ખેડૂતો સાથે સર્જાયો છે ત્યારે મુળી વઢવાણ ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો ગામેગામ સભા યોજી સંગઠન શક્તિ વધે તે માટે આયોજન શરૂ કરવામાં આવેલ છે.

ત્યારે આજે ખંપાળીયા ગામે ચાર ગામનાં ખેડૂત ની સભા યોજાઈ હતી જેમાં વડધ્રા,રાસીગપર,ગઢડા સહિત ગામોનાં ખેડૂતો હાજર રહ્યા હતા અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી ને આગામી સમયમાં મોટી લડત નાં એંધાણ આપેલ હતાં સરપંચો એકજુટ થ‌ઈ લડત આપી રહ્યા છે.

ખેડુત આગેવાન રાજુભાઈ કરપડા એ જણાવ્યું હતું કે આગામી સમયમાં બહું મોટું આંદોલન આપવામાં આવશે સરકાર પાસે હજું સમય છે ખેડૂતો ની માંગ સ્વીકારવી તાત્કાલિક ધોરણે નર્મદા નાં પાણી ખેડૂતો ને આપો ખેડૂતો અને ખેતી ને બચાવી લો નહીંતર આક્રમક લડત આપવા ખેડૂતો કટ્ટીબંધ બન્યા છે જેનું પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે તેમજ ખંપાળીયા સરપંચ જીવણભાઈ એ પણ જે જરુર પડે જે રીતે લડત આપવાની થાય તે રીતે આપવાની હાંકલ કરી હતી.

તેમજ આગેવાનો પોલભાઈ કરપડા,કીશોરભાઈ સોળમીયા,વલકુભાઈ કરપડા એ પોતપોતાના વક્તવ્ય રજૂ કરેલ હતાં હાલ આજે મુળી તાલુકાનાં સરા ગામે પણ ખેડૂત સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામજનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા