સુરેન્દ્રનગર/ લીંબડીના શિયાણી ગામની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતનો ઊભો પાક ધોવાયો

ગાબડું પડવાને કારણે શિયાણી ગામના લાલુભા હેમુભા મોરી, ઘનશ્યામસિંહ બોરાણા સહિત આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું.

Gujarat
Untitled 11 14 લીંબડીના શિયાણી ગામની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતનો ઊભો પાક ધોવાયો

લીંબડી તાલુકાના શિયાણી ગામથી નટવરગઢ, લક્ષ્મીસર અને જાંબુ ગામે જતી માઈનોર કેનાલમાં ગાબડું પડયું હતું. ગાબડું પડવાને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. ખેડૂતના ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું. નર્મદાના અધિકારીઓ કેનાલનું બાંધકામ નહીં કરતાં હોવાનો ખેડૂતે આક્ષેપ લગાવ્યો છે. નર્મદા વિભાગના જવાબદાર અધિકારીએ કેનાલ રિપર કરવાને બદલે ખેડૂતો ઉપર કેનાલ તોડવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો:રાજકોટ / તબીબોએ બેનર લઈને સુત્રોચ્ચાર સાથે રેલી યોજીને, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

લીંબડી તાલુકાના શિયાણી ગામથી નટવરગઢ, લક્ષ્મીસર અને જાંબુ ગામે જતી માઈનોર કેનાલમાં ગાબડું પડયું હતું. ગાબડું પડવાને કારણે શિયાણી ગામના લાલુભા હેમુભા મોરી, ઘનશ્યામસિંહ બોરાણા સહિત આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતના ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું. આ અંગે લાલુભા મોરીએ જણાવ્યું હતું કે મારા ખેતર ઉપરથી પસાર થતી નર્મદા માઈનોર કેનાલનું સિમેન્ટ બાંધકામ કરવામાં આવ્યું જ નથી. ખાલી માટી અને મોરમ નાંખીને આટલા વર્ષોથી ધક્કા મારી રહ્યા છે. 2 વર્ષમાં ત્રીજીવાર કેનાલ તૂટતાં મારા 9 વિઘાના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. ખેતરમાં જમીન ઘોવાય છે તે નોંખું, અરે પાક નુકશાન કે જમીન ધોવાણનું વળતર આપવાની વાત તો દૂર રહી નર્મદાના પટેલ સહિતના અધિકારી કેનાલ રિપેર કરવા પણ આવતાં નથી. કેનાલ ઉપર બાવળો વધી ગયા છે તે પણ કટિંગ કરાવતાં નથી. જંગલ કટિંગના તો સરકાર પૈસા આપે છે તે પણ કરાવતાં નથી.

આ પણ વાંચો:ઉડતા ગુજરાત /  દાહોદમાં ગાંજો ઝડપાવાનો સિલસિલો યથાવત, શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર

આ અંગે નર્મદા વિભાગના અધિકારી પટેલ સાથે વાત કરવામાં આવી તો તેને ખેડૂતો પર જ દોષનો ટોપલો ઢોળી દેતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ કેનાલ જાણી જોઈને તોડી નાંખે છે. ગ્રામજનો ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગામના લોકો બધું જાણે છે પણ કોઈ કેનાલ તોડી પાડનારનું નામ આપતું નથી. તૂટેલી કેનાલ રિપર કરવાની વાત કરવાને બદલે પટેલે કેનાલ તોડનારનું નામ મળે તો પોલીસ ફરિયાદ કરવાની શેખી મારી હતી.