Online Registration/ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો તા. ૧લી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર સુધી કરાવી શકશે ઓનલાઇન નોંધણી

રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન ૨૦૨૩-ર૪માં રાજ્ય સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે

Top Stories Gujarat
2 5 1 ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો તા. ૧લી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર સુધી કરાવી શકશે ઓનલાઇન નોંધણી
રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન ૨૦૨૩-ર૪માં રાજ્ય સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. આગામી તા. ૧લી નવેમ્બરથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા કોમન ડાંગર માટે રૂ. ૨૧૮૩ પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. ૨૨૦૩ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. ૨૦૯૦ પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. ૨૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, હાઈબ્રીડ જુવાર માટે રૂ. ૩૧૮૦ પ્રતિ ક્વિન્ટલ, માલદંડી જુવાર માટે રૂ. ૩૨૨૫ પ્રતિ ક્વિન્ટલ અને રાગી માટે રૂ. ૩૮૪૬ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ આગામી તા. ૧લી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર દરમિયાન ફરજીયાત ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફત પણ ઓનલાઈન નોંધણી કરી શકાશે. આ નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત સહિતના સાધનિક પુરાવાઓની નકલ સાથે અરજી કરવાની રહેશે.