Not Set/ આ મિનરલ્સ તમારી ત્વચાને રાખશે દમકતી

સુંદરતા ફક્ત મેકઅપથી જ નથી આવતી. સુંદર દેખાવા માટે જરૂરી છે કે તમે આંતરિક રીતે પણ સ્વસ્થ અને ફિટ હોવ. ત્વચાને સ્વસ્થ તથા ચમકીલી રાખવા માટે કેટલાંક ખનીજ તત્વો શરીરમાં હોવા જરૂરી છે.  કારણ કે શરીર માટે જરૂરી માઇક્રો ન્યુટ્રિશિયન્સ મિનરલ્સ એટલે કે ખનીજમાંથી જ મળતાં હોય છે. શરીરમાં રહેલાં ખનીજ ત્વચા માટે એન્ટિ ઓક્સિડન્ટનું કામ […]

Fashion & Beauty Lifestyle
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 4 આ મિનરલ્સ તમારી ત્વચાને રાખશે દમકતી

સુંદરતા ફક્ત મેકઅપથી જ નથી આવતી. સુંદર દેખાવા માટે જરૂરી છે કે તમે આંતરિક રીતે પણ સ્વસ્થ અને ફિટ હોવ. ત્વચાને સ્વસ્થ તથા ચમકીલી રાખવા માટે કેટલાંક ખનીજ તત્વો શરીરમાં હોવા જરૂરી છે.  કારણ કે શરીર માટે જરૂરી માઇક્રો ન્યુટ્રિશિયન્સ મિનરલ્સ એટલે કે ખનીજમાંથી જ મળતાં હોય છે.

શરીરમાં રહેલાં ખનીજ ત્વચા માટે એન્ટિ ઓક્સિડન્ટનું કામ કરતાં હોય છે. એટલે ત્વચા એકદમ ચળકતી રહે છે. એટલે જ પહેલાના સમયમાં નાનાં બાળકોને પગમાં તાંબાનું કડું પહેરાવાતું જેથી તે ઘસાય એટલે બાળકના શરીરમાં ફાયદો થાય.

સ્ત્રીઓ પણ પગમાં ચાંદીની વેઢ પહેરતી. અત્યારે પણ વિવિધ મટિરિયલ્સમાંથી બનતી ટો રિંગ યુવતીઓ પહેરે છે જો કે તેનાથી કોઈ ફાયદો નથી થતો. શરીરને આ પ્રકારના ફાયદા થાય તેના માટે સ્ત્રીઓના નાક અને કાન વીંધવામાં આવે છે.

શરીરને ફાયદો કરાવતાં આવાં ઘણાં તત્વો છે, ચાલો જાણીએ કે કયાં ખનીજ તત્વો શરીરને શું ફાયદો કરાવે છે અને તે કેવા પ્રકારનાં ખોરાકમાંથી મળશે?

ઓમેગાથ્રી ફેટી એસિડ

ઓમેગા થ્રી ટોક્સિન્સ સામે લડવામાં ઉપયોગી છે. તે સી ફૂડ, ફ્લેક્સિડ ઓઇલ, અખરોટ, રાઇના તેલ, સોયાબીન, પાલકની ભાજી, ગ્રીન ટી,લીલી હળદર અને કઠોળનો સમાવેશ રોજિંદા આહારમાં કરવાથી શરીરને મેંગેનિઝ પૂરતાં પ્રમાણમાં મળી રહે છે.

તાંબું

તાંબું પણ એન્ટિ એજિંગની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત શરીર પર થયેલાં ઘાને રૂઝવવામાં પણ તાંબું અગત્યનું છે. બ્યૂટિ થેરાપિસ્ટનું કહેવું છે કે, જ્યારે શરીરમાં એજિંગની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે શરીરમાં કેટલાક કોલાજનને નુકસાન થતું હોય છે.

આ પ્રોસેસ દરમિયાન શરીરની અંદર થતાં ઝીણા ઘાને રૂઝવવામાં તાંબું અગત્યનો ભાગ ભજવે છે. આપણા વડવાઓ આ હકીકત જાણતા હતા એટલે જ પહેલાના સમયમાં કાંસાં તથા તાંબાનાં વાસણમાં રસોઈ બનાવવાની તથા તે જ વાસણમાં જમવાની પ્રથા હતી.

ડ્રાયફ્રૂટ્સ અને આખા ધાન્યમાંથી તાંબું મળે છે. જો કે તાંબુ મોટા પાયે ખોરાકમાંથી મળી આવતું હોવાથી તેની ઊણપ વર્તાતી નથી.

મેગ્નેશિયમ

મેગ્નેશિયમ ત્વચાને અંદરથી ખૂબ જ મજબૂત બનાવે છે. તે લીલાં શાકભાજી, દાળ, આખું ધાન્ય, દૂધ, નટ્સ અને ડેરી પ્રોડક્ટમાંથી મળી રહે છે.

સેલેનિયમ

સેલેનિયમ જ્યારે વિટામિન-ઈ સાથે લેવામાં આવે ત્યારે વધારે સારી અસર કરે છે. સેલેનિયમ ત્વચાને લગતાં કેટલાક રોગોમાં પણ ઉપયોગી છે. બ્રાઉન રાઇસ, ઘઉંની રોટલી, સી ફૂડ,મૂળામાંથી સેલેનિયમ મળે છે.

કેલ્શિયમ

આ ઘણું જાણીતું ખનીજ તત્વ છે, કારણ કે દાંતની સુંદરતા તથા સ્વસ્થતા સાથે સંકળાયેલું છે. આ ઉપરાતં વાળની સુંદરતા અને ગુણવત્તા પણ કેલ્શિયમ થકી જ જળવાય છે. એટલે સ્ત્રીઓએ ત્વચાની સાથે વાળને સુંદર બનાવવા આ મિનરલયુક્ત ખોરાક લેવા પર ભાર મૂકવો જોઈએ. કેલશિયમ બધી જ ડેરીપ્રોડક્ટમાંથી મળી રહે છે.

સુંદર દેખાવા માટે મેકઅપ કે અન્ય કોસ્મેટિક્સ પાછળ ઘેલા થવાને બદલે જો રોજિંદા આહારમાં જ પૂરતી કાળજી લેવામાં આવે તો ત્વચાની ચમકમાં તેનો ફાયદો ચોક્કસપણે દેખાય છે.